• ચિન્મય મિશન, યુકે - સ્વામી સ્વરૂપાનંદના કાર્યક્રમો - શુક્રવાર તા.૧-૯-૧૭ સાંજે ૬.૩૦ 'ઈગો મેનેજમેન્ટ ' વિષય પર પ્રવચન, PwC, 1 એમ્બેન્કમેન્ટ પ્લેસ, લંડન WC2N 6RH – ગુરુવાર તા.૭-૯-૧૭ સવારે ૧૦થી રવિવાર તા.૧૦-૯-૧૭ સાંજે ૫ દરમિયાન' શિવ સંકલ્પ સુક્તમ' પર કથા, ચિન્મય વિદ્યાનગરી, બ્રેમ્બરગ્રેન્જ, હેની રોડ, ઓક્સફર્ડશાયર OX13 6AN સંપર્ક. 07933 212 825.
• ઈસ્ટ લંડન ભક્ત મંડળ દ્વારા નકલંક નેજાધારી શ્રી રામદેવજી જયંતી મહોત્સવનું શનિવાર તા.૨-૯-૧૭ બપોરે ૪થી રાત્રે ૮ દરમિયાન હરીબેન બચુભાઈ નાગરેચા હોલ, લેયટન રોડ, સ્ટ્રેટફર્ડ, E15 1DT ખાતે આયોજન કરાયું છે. ભજન, કિર્તન, સત્સંગ તથા શ્રી રામદેવજી ઝુલા પાલના દર્શન અને બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8500 4639
• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા મંગળવાર તા.૫-૯-૧૭ સુધી ગણેશ મહોત્સવનું ૧૦૩, યુનિયન રોડ,એશ્ટન-અંડર-લેન OL6 8JN ખાતે આયોજન કરાયું છે. શનિવાર તા.૨-૯-૧૭ સાંજે ૫.૩૦ ૧૦૮ દુર્વા - લાડુ ચડાવાશે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. વિસર્જન તા.૫-૯-૧૭ લીવરપુલ ખાતે રિવર મર્સીમાં થશે. સંપર્ક. 01613 302 085
• શ્રી વલ્લ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, લંડન HA0 4TA ખાતે મંગળવાર તા.૫-૯-૧૭ સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. શનિવાર તા.૨-૯-૧૭ સવારે ૧૦.૪૫ લાલજીની શોભાયાત્રા અને ગણેશ વિસર્જન મંગળવાર તા.૫-૯-૧૭ સાંજે ૭ની આરતી બાદ કરાશે. સંપર્ક. 020 8903 7737
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા પાઠનું રવિવાર તા.૩-૯-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશિયલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, વોટફર્ડ રોડ, હેરો, મીડલસેક્સ HA1 3UJખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• BAPA'S Youth દ્વારા શનિવાર તા.૯-૯-૧૭ બપોરે ૨થી રવિવાર તા.૧૦-૯-૧૭ બપોરે ૨ દરમિયાન ૨૪ કલાકની અખંડ રામધૂનનું જલારામ મંદિર ગ્રીનફર્ડ, વેડ્સવર્થ રોડ, પેરિવેલ, UB6 7JDખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8578 8088
• રઘુવંશી એસોસિએશન, લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા શ્રી પીયૂષભાઈ મહેતાની વ્યાસપીઠે શ્રી જલારામબાપા જીવન ચરિત્ર – કથાનું શુક્રવાર તા.૮-૯-૧૭ થી રવિવાર તા.૧૦-૯-૧૭ દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ, ચર્ચ રોડ. ક્રોયડન CR0 1SH ખાતે આયોજન કરાયું છે. કથાનો સમય શુક્ર-શનિ બપોરે ૩ અને રવિવાર સવારે ૧૦થી ૧૧ રહેશે. સંપર્ક. 020 8408 9814
• કરમસદ સમાજ યુકેના ૪૬મા વાર્ષિક જાહેર સંમેલનનું રવિવાર તા.૧૦-૯-૧૭ બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8893 7918
• જય એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત સુપર સિક્સ કોમેડી નાઈટ લાઈવ કાર્યક્રમ - શનિવાર તા.૯-૯-૧૭ સાંજે ૭.૩૦ ડી મોન્ટફોર્ટ હોલ, ગ્રેનવિલે રોડ, લેસ્ટર LE1 7RU સંપર્ક. 01162 333 111 – રવિવાર તા.૧૦-૯-૧૭ સાંજે ૭.૩૦ ઈમેન્ટીમ એપોલો ક્વિન કેરોલિન, સેન્ટ હેમરસ્મિથ લંડન W6 9QHસંપર્ક. 08442 491 000
• નહેરુ સેન્ટર, યુકે, ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - સોમવાર તા.૪-૯-૧૭ થી શુક્રવાર તા.૮-૯-૧૭ સાંજે ૬-૧૫ સ્મૃતા જૈનનું ફોટો એક્ઝિબિશન- સાંજે ૬.૩૦ બ્રજેશ્વર મુખરજીનું શાસ્ત્રીય સંગીત – મંગળવાર તા.૫-૯-૧૭ સાંજે ૬.૩૦ 'કેલિડોસ્કોપ ઓફ આર્ટ' પર પેનલ ડિસ્કશન – બુધવાર તા.૬-૯-૧૭ સાંજે ૬.૩૦ 'મહારાજા રણજિતસિંહ' વિશે લોર્ડ મોહમ્મ્દ શેખે લખેલા પુસ્તકનું વિમોચન – ગુરુવાર તા.૭-૯-૧૭ શુભાશીષ કાન્જીલાલના કંઠે વિખ્યાત ગાયક હેમંતકુમારના ગીતો. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે શનિવાર તા.૯-૯-૧૭થી શુક્રવાર તા.૧૫-૯-૧૭ દરમિયાન યુરોપિયન કલાકારોની કૃતિઓનું પ્રદર્શન, સમય – રવિ.બપોરે ૧૨થી ૬, સોમ-ગુરુ બપોરે ૪થી ૭, શુક્ર.બપોરે ૧૨થી ૩ સંપર્ક. 020 7381 3086
• પંકજ સોઢા પ્રસ્તુત નાટક 'વહુ HI-FI સાસુ WI-FI'ના શો - શુક્રવાર તા.૧-૯-૧૭ સવારે ૧૧, નવનાત સેન્ટર, હેઝ UB3 1AR સંપર્ક. 020 8422 8988- રાત્રે ૮ વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાયસ્લિપ HA4 7QL – શનિવાર તા.૨-૯-૧૭ રાત્રે ૮ ઓએસિસ એકેડેમી, ક્રોયડન CR9 7AL સંપર્ક. 020 8683 3962- રવિવાર તા.૩-૯-૧૭ બપોરે ૨ હિંદુ કોમ્યુનિટી સેન્ટર, વેલિંગબરો NN8 1PL સંપર્ક. 01604 450 140- શનિવાર તા.૯-૯-૧૭ સાંજે ૭.૩૦ યુક્રેનિયન સોશિયલ ક્લબ બ્રેડફર્ડ BD7 2EA સંપર્ક. 07769 830 476 - રવિવાર તા.૧૦-૯-૧૭ બપોરે ૪ વુડબ્રીજ હાઈસ્કૂલ, વુડફર્ડ ગ્રીન IG8 7DQ સંપર્ક. 07977 939 457
• સ્વામિનારાયણ સ્કૂલ, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8HEનું છઠ્ઠું ફોર્મ એનરોલમેન્ટ ગુરુવાર તા.૩૧-૮-૧૭ બપોરે ૧.૩૦ વાગે યોજાશે. સંપર્ક. 020 8965 8381 વધુ વિગત માટે જુઓ જાહેરાત. પાન નં. ૫
દિવાળી ઉત્સવની પાંચ ટિકિટ મફત જીતો
પંકજ સોઢા દ્વારા દિવાળી ઉત્સવનું તા.૭ ઓક્ટો. અને તા.૮ ઓક્ટો. હેરો લેઝર સેન્ટર ખાતે આયોજન કરાયું છે. તેમાં ભારતની ત્રણ ફેવરિટ ટીવી સ્ટાર પર્ફોર્મન્સ આપશે.
સવાલઃ દિવાળી ઉત્સવ ૨૦૧૭માં કઈ ટીવી સિરિયલોની અભિનેત્રીઓ હાજર રહેશે ?
મળેલા સાચા જવાબોમાંથી ડ્રો કરીને એક વિજેતા વાચકને દિવાળી ઉત્સવની પાંચ ટિકિટ ઈનામ તરીકે આપવામાં આવશે.
પુરું નામ, સરનામુ અને ટેલિફોન સહિત તમારો જવાબ ઈમેલથી તા.૯-૯- ૨૦૧૭ પહેલા મોકલી આપશો.
Email: [email protected]
