વોશિંગ્ટનઃ ડિપ્રેશનમાં તમે એકલા વાતો કરો કે વિખરાયેલા વાળ સાથે ફરો તે જરૂરી નથી. નોર્મલ દેખાતા અને રૂટીન કામ કરતા લોકો પણ ડિપ્રેશનમાં હોય શકે છે. હવે ગૂગલ ડિપ્રેશન સંબંધી એક ટૂલ લાવી રહ્યું છે. તેમાં ૯ સવાલ હશે, જેના જવાબ તમને સમજવામાં મદદ કરશે કે તમે ડિપ્રેશનનો શિકાર છો કે નહીં ગૂગલ સર્ચમાં તમે 'ડિપ્રેશન' શબ્દ ટાઇપ કરશો કે તરત પ્રશ્નોત્તરી ખુલશે. તેને પેશન્ટ હેલ્થ ક્વેશ્ચનેર (પીએચક્યુ-૯) નામ અપાયું છે. ક્વીઝ હાલ પ્રાયોગિક ધોરણે અમેરિકી ઇન્ટરનેટ યુઝર્સ માટે હશે. બાદમાં અન્ય દેશોને આ સુવિધા અપાશે. આ માટે ગૂગલે અમેરિકાના નેશનલ અલાયન્સ ઓન મેન્ટલ ઇલનેસ (નામી) સાથે ટાઇઅપ કર્યું છે.

