કાન્સમાં ફરી દર્શાવાશે ‘દેવદાસ’

Wednesday 17th May 2017 06:37 EDT
 
 

સંજય ભણસાલીની શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનિત ફિલ્મ  ‘દેવદાસ’ ફરી એક વખત કાન્સ ફેસ્ટિવલમાં દર્શાવામાં આવશે. આ ફિલ્મની સ્ક્રિનિંગ ૨૦ મેએ થશે. સૌથી વધુ રસપ્રદ એ છે કે, આ ફિલ્મને પ્રેઝન્ટ કરવા ઐશ્વર્યા રાય હાજર રહેશે. ૨૦ મેએ ‘દેવદાસ’ને ઓપન એર થિયેટરમાં દર્શાવાશે. ઐશ્વર્યા રાય બચ્ચનના જણાવ્યા મુજબ, અમે આ ફેસ્ટિવલમાં ફક્ત એક કલાકાર તરીકે જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના પ્રતિનિધિ તરીકે હોઈએ છીએ અને ફેસ્ટિવલમાં આ ફિલ્મ રજૂ થવી એ ગર્વની વાત છે. ઉલ્લેખનીય છે કે ‘દેવદાસ’ માટે ઐશ્વર્યા રાયને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મ ‘દેવદાસ’ વર્ષ ૨૦૦૨ની સૌથી મોંઘી ફિલ્મમાંથી એક હતી અને આ ફિલ્મમાં શાહરુખના અભિનયના ભરપૂર વખાણ કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus