સંસ્થા સમાચાર તા. ૨૦-૫-૨૦૧૭ માટે

Tuesday 16th May 2017 15:06 EDT
 

• સર્વોદય હિંદુ એસોસિએશનની ૪૧મી વાર્ષિક સાધારણ સભા (AGM) નું શુક્રવાર તા.૧૯-૫-૧૭ સાંજે ૭ વાગે સર્વોદય હોલ, ટોલવર્થ રિક્રિએશનલ સેન્ટર, ફૂલર્સ વે નોર્થ, ટોલવર્થ, સરે KT6 7LQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8391 7910
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા.૨૦-૫-૧૭ સાંજે ૬.૩૦થી VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૦-૫-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૨૧-૫-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે આરતી, બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૦-૫-૧૭ સાંજે વારે ૧૦.૩૦ સુંદરકાંડ પાઠ, સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા • રવિવાર તા.૨૧-૫-૧૭ શિવશક્તિ પાટોત્સવ, અભિષેક સાંજે ૭.૩૦ સોમવાર તા.૨૨-૫-૧૭ અંબામા પાટોત્સવ, હવન બપોરે ૨ વાગે • શનિવાર તા.૨૦-૫-૧૭થી શુક્રવાર તા.૨૬-૫-૧૭ સુધી શ્રી અજય યાજ્ઞિકની ‘રામ કથા’ અને ‘સુંદરકાંડ’ના પાઠ. કથા બાદ દરરોજ ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. 01162 661 402
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ૨૨, પામર્સ્ટન રોડ, હેરો, મીડલસેક્સ HA3 7RRખાતે શનિવાર તા.૨૦-૫-૧૭ સાંજે ૮થી રાત્રે ૧૧ દરમિયાન સ્વ.મધુબેન કે પરમારની પુણ્યતિથી નિમિત્તે ભજનસંધ્યા ક્રાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8426 0678
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા સ્વામી ચિન્મયાનંદજીની કથાના કાર્યક્રમો • સોમવાર તા.૧૫-૫-૧૭થી રવિવાર તા.૨૧-૫-૧૭ સાંજે ૬થી રાત્રે ૮ દરમિયાન હિંદુ ટેમ્પલ, વેસ્ટ રોડ, ન્યૂ કેસલ અપોન ટાઈન, NE4 9QB • મંગળવાર તા.૨૩-૫-૧૭થી સોમવાર તા.૨૯-૫-૧૭ સાંજે ૬થી રાત્રે ૮ દરમિયાન હિંદુ મંદિર, ૩૬, એલેક્ઝાન્ડ્રા રોડ, લીડ્સ LS6 1RF ખાતે ‘રામકથા’. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૧-૫-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન શ્રી રામ મંદિર, ૨૨, કિંગ સ્ટ્રીટ, સાઉથોલ, UB2 4DAખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર શ્રી રામ મંદિર છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી રામ મંદિર, વોલસોલ દ્વારા ફોર્ડ સ્ટ્રીટ, વોલસોલ, વેસ્ટ મીડલેન્ડ્સ, WS2 9BW ખાતે ૨૬મા પાટોત્સવ નિમિત્તે પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યા દ્વારા હનુમાનજીની કથાનું રવિવાર તા.૨૧-૫-૧૭થી શનિવાર તા.૨૭-૫-૧૭ દરમિયાન આયોજન કરાયું છે. કથાનો સમય રવિવારથી શુક્રવાર બપોરે ૩થી સાંજે ૭ અને શનિવારે સવારે ૧૦થી ૧૨.દરરોજ કથા બાદ ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. 01922 634 462
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે સોમવાર તા.૨૨-૫-૧૭ થી ગુરુવાર તા. ૨૫-૫-૧૭ સુધી સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન પૂ.સ્વામી ધર્માનંદજીના મુખે શ્રી હનુમાન ચરિત્ર વિશે ધાર્મિક પ્રવચનનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901.
• એક્વીટસ દ્વારા ગુરુવાર તા.૨૫-૫-૧૭ ના રોજ રોકાણ માટેની મિલ્કતોનું હરાજી દ્વારા વેચાણ રાખવામાં આવ્યું છે. સંપર્ક. 020 7034 4855
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે શનિવાર તા.૨૭-૫-૧૭ સવારે ૧૦થી બપોરે ૧૨ દરમિયાન સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું છે. ગોવર્ધન સેન્ટર ખાતે લંચની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8903 7737
• વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા શનિવાર તા.૨૭-૫-૧૭ અને રવિવાર તા.૨૮-૫-૧૭ બપોરે ૩.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન પૂ. દ્વારકેશલાલજી મહોદયની કથા સાથે ‘શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ મહોત્સવ’નું કિંગ્સબરી હાઈસ્કૂલ, ક્રોફ્ટ હોલ, બેકન લેન, કિંગ્સબરી, લંડન NW9 9AT ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૨૯. સંપર્ક. સુભાષ લાખાણી 07748 324 092
• યુરો કેટરિંગ પ્રસ્તુત કરે છે સિદ્ધાર્થ રાંદેરિયાનું કોમેડી નાટક ‘ રંગ રંગીલા ગુજ્જુભાઈ’ • શુક્રવાર તા.૨૬-૫-૧૭ રાત્રે ૮ વાગે સત્તાવીસ પાટીદાર સેન્ટર, વેમ્બલી HA9 9PE સંપર્ક. 020 8904 9191 • શનિવાર તા.૨૭-૫-૧૭ રાત્રે ૮ વાગે હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD સંપર્ક. 020 8907 0116 • રવિવાર તા.૨૮-૫-૧૭ સાંજે ૭.૩૦ વોટર્સમીટ થિયેટર, હાઈ સ્ટ્રીટ, રિકમન્સવર્થ WD3 1EH સંપર્ક. 01923 711 063 • સોમવાર તા.૨૯-૫-૧૭ એથેના કોન્ફરન્સ સેન્ટર, ક્વીન સ્ટ્રીટ, લેસ્ટર, LE1 1QD સંપર્ક. 01162 669 409
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો • દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ જલારામ બાપાના ભજન અને પ્રસાદ • દર શનિવારે બપોરે ૧ થી ૩ હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, ઉથાપન, ભોગ શયન દર્શન થશે. હવેલીમાં મંગળભોગ, પાલના ભોગ, રાજભોગ, શાકઘર- પ્રિયાજી પાલના, ગૌમાતાજી થુલી સેવાના મનોરથોનો લાભ મળશે. વૈષ્ણવો માટે અન્ય તમામ પ્રસંગોનું આયોજન કરી શકાશે. સંપર્કઃ 07958 275 222
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દૈનિક ભજનઃ બપોરના ૧૨થી ૧ અને સાંજના ૬થી ૭ સુધી, દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૩૦ અને દર શનિવારે હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ સુધી થશે. દરરોજ બપોરે ૧થી ૨ સુધી સદાવ્રત નો લાભ મળશે. સંપર્ક. 020 8902 8885


comments powered by Disqus