બિગ બોસના સ્પર્ધક રહી ચૂકેલા એક્ટર એઝાઝ ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે તેમનામાં હિંમત હોય તો હાર્લી ડેવિડસન કંપની દ્વારા વેચાતી ગાયના ચામડાની વસ્તુઓનું વેચાણ બંધ કરાવી દે. એઝાઝે આ અંગે ટિપ્પણી કરતો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તે કહેતો દેખાય છે કે દેશમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે રમખાણોનો પ્રયાસ થઇ રહ્યો છે. ગૌરક્ષકો લોકોને મારી રહ્યા છે. અમારા કેટલાક લોકોને માર્યા છે. તેણે વધુમાં કહ્યું કે, મારી પાસે આ લોકો માટે એક મોટો મુદ્દો છે. જો તમે લોકો મર્દ છો. માઇના લાલ છો. મોદી જી, યોગી જી અને ગૌરક્ષકો... તો સાંભળો આ છે હાર્લી ડેવિડસનનો બેલ્ટ. મેં ગઇકાલે આ એર પોર્ટ પરથી ખરીદ્યો છે. તે ગાયમાતાના ચામડાનો બનેલો છે. મોદીજી, યોગીજી અને ગૌરક્ષકોને હું કહું છું કે હાર્લી ડેવિડસન ગાયમાતાના ચામડાનો બેલ્ટ વેચે છે. તે તો સંપૂર્ણ હિન્દુસ્તાન, સંપૂર્ણ વિશ્વમાં વેચાય છે. તમે મર્દ હોય તો ગાયમાતાનાં ચામડામાંથી બનાવેલી વસ્તુઓનું વેચાણ બંધ કરાવો.
અમદાવાદી એઝાઝ
બિગ બોસના ઘણાં કલાકારો ખાસ્સા વિવાદમાં રહ્યા છે. તેમાં એઝાઝ ખાનનો પણ ઉમેરો થયો છે. એઝાઝ ખાનનો જન્મ અમદાવાદમાં થયો છે. તેણે બિગ બોસ સિઝન ૭ અને સિઝન ૮માં ભાગ લીધો હતો. તેણે ‘રક્ત ચરિત્ર’, ‘બાદશાહ’ અને ‘નાયક’ સહિત આશરે ૨૦ ફિલ્મોમાં કામ કર્યું છે. એઝાઝ હાલમાં કાશ્મીરમાં ફિલ્મ ‘હૈ તુઝે સલામ ઇન્ડિયા’નું શૂટિંગ કરી રહ્યો છે.

