મુંબઈની એક અદાલતે ફિલ્મ નિર્માતા શકીલ નૂરાનીને ધમકાવવાના કેસમાં સંજય દત્ત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ૧૯૯૩માં મુંબઈ બોંબ વિસ્ફોટ અંગેનાં આર્મ્સ એક્ટ હેઠળ જેલની સજા કાપી ચૂકેલા સંજય દત્ત પર નૂરાનીએ આરોપ લગાવ્યો હતો કે, સંજયે તેમની પાસે ફિલ્મ ‘જાન કી બાઝી’માં કામ કરવા માટે ૫૦ લાખ રૂપિયા લીધા હતા અને થોડા દિવસ શૂટિંગ કરીને શૂટિંગ માટે ડેટ્સ આપવામાં એક્ટર ઢીલ કરતો હતો. નૂરાનીએ બીજો આરોપ એવો લગાવ્યો કે સંજયના કહેવાથી તેમની ઉપર કરાચી અને દુબઈથી ધમકીના ફોન આવે છે. જોકે, આ કેસમાં સંજયને મેટ્રોપોલિટન કોર્ટમાંથી જામીન મળ્યા છે.

