સાન ફ્રાન્સિસ્કો આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં શાહરુખ ખાનનું સન્માન થયું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડ ફિલ્મમેકર બ્રેટ રેટનરને અને શાહરુખ ખાને લુંગી ડાન્સ શીખવ્યો હતો. રેટનરે આ શાહરુખ સાથેની ક્ષણો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં કરતાં જણાવ્યું છે કે, હું શાહરુખ સાથે ભારતમાં ‘રશ અવર’ની સિક્વલ બનાવવા માગું છું.
રેટનરે ‘એક્સ મેનઃ ધ લાસ્ટ સ્ટેન્ડ’ અને ‘રશ અવર’ સિરીઝનું નિર્દેશન અને ઓસ્કર વિજેતા ફિલ્મ ‘ધ રેવનેટ’નું નિર્માણ કર્યું હતું. રેટનરે શાહરુખ સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, બોલિવૂડના કિંગ ખાન સાથે... અને એ પછી એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં શાહરુખ તેમને બ્રેટને લૂંગી ડાન્સના સ્ટેપ શીખવાડી રહ્યો છે.

