• શ્રુતિ આર્ટસ દ્વારા શનિવાર તા.૨૨-૪-૧૭ સાંજે ૭.૩૦ વાગે ભારતના શાસ્ત્રીય ગાયિકા કૌશિકી ચક્રબર્તીના કોન્સર્ટ ‘એહસાસ’નું કર્વ થિયેટર, રટલેન્ડ સ્ટ્રીટ, લેસ્ટર LE1 1SB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 612 264
• TLC કરુણા મેનોર દ્વારા સોમવાર તા.૨૪-૪-૧૭ બપોરે ૩ વાગે કાનૂની અને આર્થિક બાબતો અંગે માર્ગદર્શન માટે ‘સોલિસીટર્સ ઈન્ફર્મેશન સેમિનાર’નું કરુણા મેનોર લક્ઝરી કેર હોમ, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8861 9600
• ચિન્મય મિશન યુકે,ના ચિન્મય કિર્તી, ૨, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન NW4 4BA ખાતે સ્વામિની સુપ્રિયાનંદાજીના પ્રવચનના કાર્યક્રમો • શુક્રવાર તા.૨૧-૪-૧૭ સુધી દરરોજ સવારે ૭થી ૮ વિષય ‘ગણપતિ અથર્વસીરસા’ • ગુરુવાર તા.૨૦-૪-૧૭ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ વિષય ‘વિમેન વિધાઉટ વોલ્સ’. સંપર્ક. 07783 055 755
• ચિન્મય વિદ્યાનગરી, બ્રેમ્બલ ગ્રેન્જ, ઓક્સફર્ડશાયર OX13 6AN ખાતે સ્વામિની સુપ્રિયાનંદાજી દ્વારા ‘બાલવિહાર સેવક ટ્રેનીંગ કેમ્પ’નું શનિવાર તા.૨૨-૪-૧૭ સવારે ૧૦થી સાંજે ૬. આયોજન કરાયું છે. સંપર્ક. 07973 350 537
• રાધાકૃષ્ણ મંદિર, ૩૩, બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL દ્વારા શનિવાર તા.૨૨-૪-૧૭ બપોરે ૧૨થી ૪ દરમિયાન ‘શ્રી વલ્લભાધીશ પ્રાગટ્ય ઉત્સવ’નું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8675 3831
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા ‘શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા’ના કાર્યક્રમનું રવિવાર તા.૨૩-૪-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન શિવાલય,૧૧, ટીલ્ની રોડ, સાઉથોલ, મીડલસેક્સ UB2 5LTખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર અશોકભાઈ પટેલ અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• સનાતન મંદિર, ક્રાઉલી, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રાઉલી RH11 7AFખાતેના કાર્યક્રમો • દર સોમવારે સાંજે ૭.૩૦થી ૯ ડો. પ્રણવ પંડ્યાનું ‘શ્રીમદ ભગવદ ગીતા’ પર હિંદીમાં વીડિયો પ્રવચન • દર ગુરુવારે સાંજે ૭.૩૦થી ૮.૩૦ ‘ગાયત્રી પ્રાર્થના’ સંપર્ક. 01293 530105
• સેવન સ્ટાર્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા જાણીતા લોક સાહિત્યકારો શ્રી માયાભાઈ આહિર અને શ્રી કિર્તીદાન ગઢવીના ‘લોકડાયરા’ના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. • શનિવાર તા.૨૨-૪-૧૭ રાત્રે ૮ વાગે રામગઢિયા સેન્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BY સંપર્ક. રાડિયાઝ સુપરસ્ટોર 01162 669 409 • શુક્રવાર તા.૨૮-૪-૧૭ રાત્રે ૮ વાગે હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD સંપર્ક. બોલિવુડ પાન સેન્ટર 020 8204 7807
• ડેરી ઉદ્યોગની હકીકતોથી હિંદુ સમુદાયને વાકેફ કરવા દીનાબેન, એનિમલ રાઈટ્સ એડવોકેટ દ્વારા એક કાર્યક્રમનું શનિવાર તા.૨૯-૪-૧૭ સવારે ૯.૩૦થી બપોરે ૩ દરમિયાન ગોલ્ડન માઈલ (લેસ્ટર) બેલગ્રેવ રોડ, લેસ્ટરLE4 5AS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07989 500338
• નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ, યુકે દ્વારા સોમવાર તા.૧-૫-૧૭ બપોરે ૨.૩૦ વાગે ‘ગુજરાત ડે’ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમર રોડ, સાઉથ હેરો, મીડલસેક્સ, HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જી પી દેસાઈ 07956 922 172
• સંગમ એસોસિએશન ઓફ વિમેન દ્વારા ‘ડીલીટ યોર મેમરી ટુ ગેઈન પીસ’ વિષય પર ડો. પ્રતિભા પ્રજ્ઞા અને સામાણી ઉન્નતા પ્રજ્ઞાના પ્રવચનનું બુધવાર તા.૨૬-૪-૧૭ રાત્રે ૮ વાગે સંગમ સેન્ટર, ૨૧૦, બર્ન્ટ ઓક બ્રોડવે, એજવેર, HA8 0AP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8952 7062
• સ્કાયલીંક ટ્રાવેલ એન્ડ ટુર્સ પ્રસ્તુત કરે છે ધમાકેદાર કોમેડી નાટક ‘જ્યાં લક્ષ્મી ત્યાં નારાયણ’ • શુક્રવાર તા.૨૮-૪-૧૭ રાત્રે ૮ વાગે • શનિવાર તા.૨૯-૪-૧૭ રાત્રે ૮ વાગે • રવિવાર તા.૩૦-૪-૧૭ બપોરે ૨ અને રાત્રે ૮ વાગે સ્થળ - વિન્સ્ટન ચર્ચિલ હોલ, પીન વે, રાઈસ્લિપ, મીડલસેક્સ, HA4 7QL સંપર્ક. મહેન્દ્ર પટ્ટણી 07850 032 392 પ્રતિભા લાખાણી 07956 454 644વંદના વાઢેર 020 8958 1626 જે બી પટેલ 020 8346 2419
• નહેરુ સેન્ટર, યુકે, ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • સોમવાર તા.૨૪-૪-૧૭ સાંજે ૬.૩૦ વાગે ગાયકો રાજેશ ઢાબરે અને ડો.ભાવના દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કવનની સંગીતમય રજૂઆત • મંગળવાર તા.૨૫-૪-૧૭ સાંજે ૬.૩૦ ગાયક સૌમ્યેન અધિકારીના કંઠે સ્વ. હેમંતકુમારના બંગાળી અને હિંદી ગીતો • બુધવાર તા.૨૬-૪-૧૭ સાંજે ૭.૩૦ વાગે ‘પરંપરા’ જાણીતી નૃત્યાંગના સોનાલી મિશ્રાના ઓડિસી નૃત્ય. સંપર્ક. 07850 374 595
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૨૩-૪-૧૭ સાંજે ૭ વાગે ‘ચિત્રાંગદા - ‘ધ વોરિયર પ્રિન્સેસ’ દક્ષિણયા દક્ષિણી દ્વારા નૃત્યનાટિકા • શુક્રવાર તા.૨૮-૪-૧૭ સાંજે ૭.૩૦ વાગે પં. તરુણ ભટ્ટાચાર્ય (સંતુર), પં. રોનુ મજુમદાર (વાંસળી) અને કૌશિક સેન (તબલા) દ્વારા ‘ધ પાવર ઓફ જુગલબંદી’ • શનિવાર તા.૨૯-૪-૧૭ ડો. એમ લલિતા અને એમ નંદિનીનું ‘વાયોલિનવાદન’ • રવિવાર તા.૩૦-૪-૧૭ સાંજે ૬.૩૦ વાગે પ્રભા રાવ (ગાયન) અને પ્રતીક શ્રીવાસ્તવ (સરોદ)નો ‘શાસ્ત્રીય સંગીત’. સંપર્ક. 07936 895 346
અવસાન નોંધ
મૂળ એડનના વતની અને હાલ લંડનના ફિંચલી ખાતે રહેતા શ્રી એડન દેપાલા મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ હિંમતલાલ પરમાનંદ જગાણી (દેપાલા) નું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે નિધન થયું છે. સ્વર્ગસ્થ ૩૦ વર્ષ સુધી એડન દેપાલા મિત્ર મંડળના પ્રમુખ રહ્યા હતા અને યુકે હ્યુમન સર્વિસ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા તેમજ અન્ય ચેરિટેબલ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. સદ્ગતની અંતિમક્રિયા તા. ૨૦-૪-૨૦૧૭ના રોજ ગુરૂવાર બપોરે ૪ કલાકે મેરીલબોન ક્રિમેટોરીયમ, ઇસ્ટ એન્ડ રોડ, ઇસ્ટ ફિંચલી N2 ખાતે થશે. સંપર્ક: સુરેશભાઇ જગાણી 020 8346 8730.
