ટીવી૯ના કેમેરામેન હરિશસિંહ નેગીને બ્રેઇમ હેમરેજ છે. તેમની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે. સારવાર દરમિયાન પૈસાની વધુ જરૂર પડતાં સલમાન ખાન અને તેનાં ટ્રસ્ટ બિઇંગ હ્યુમનનો સંપર્ક કરાયો હતો જ્યાંથી રૂ. ૧ લાખની મદદ કરવામાં આવી હતી. નેગીનાં પત્ની પ્રેગનેન્ટ છે અને પરિવાર અત્યારે અતિઆર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે.

