સેલ્ફી લેવાનું ગાંડપણ ચહેરા પર કરચલી વધારે છે

Wednesday 19th April 2017 06:48 EDT
 
 

લંડનઃ સ્માર્ટફોન વડે સેલ્ફી ખેંચવાનો ટ્રેન્ડ દુનિયાના દરેક દેશની યુવા પેઢીમાં જોવા મળે છે. જોખમી સ્થળે સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો અકસ્માતે મોતને પણ ભેટે છે. જોકે, લંડનમાં થયેલા એક સંશોધન મુજબ સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિએશનના કારણે ચહેરા પર કરચલીઓ પડી શકે છે. આ કરચલીઓના લીધે યુવાન પોતાની ઉંમર કરતાં પણ વધારે વૃદ્ધ દેખાવા લાગે છે.
કેટલાક ત્વચા નિષ્ણાતો તો ચહેરાની સારવાર દરમિયાન વધુ સેલ્ફી લેવાથી બચવાની પણ સલાહ આપે છે. સ્કિન સ્પેશ્યાલિસ્ટના જણાવ્યા મુજબ માત્ર ચહેરો જ નહીં શરીરના જે ભાગને સેલ્ફીમાં ટાર્ગેટ કરવામાં આવે છે તે ત્વચાને રેડિએશનથી નુકસાન થાય છે, એટલું જ નહીં ચહેરો જોઈને જ એ પણ જાણી શકાય છે કે સેલ્ફીઓ વધારે લેવાય છે. ખાસ કરીને ફોનની પારજાંબલી લાઈટ ત્વચાને વધારે નુકસાન કરે છે.
કેટલાક યુવાનો ચામડી પર એન્ટી ઓક્સિડેન્ટ પ્રકારની ક્રીમ લગાવે છે પરંતુ તે ખાસ અસરકારક સાબિત થતું નથી. ફોનમાંથી નીકળતી ઈલેકટ્રોમેગ્નેટિક રેડિએશન ડીએનએમાં ફેરફાર દ્વારા ચામડીને નુકસાન કરે છે. જેમાં કોઈ પણ પ્રકારનું સનસ્ક્રિન લોશન કે દવા કામ કરતા નથી.


comments powered by Disqus