‘પદ્માવતી’નું શૂટિંગ ફરી અટક્યું

Wednesday 19th April 2017 07:01 EDT
 
 

સંજય લીલા ભણસાલીએ જ્યારથી દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘પદ્માવતી’ બનાવવાની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મના શૂટિંગ શિડ્યુલમાં વિઘ્નો આવ્યા જ કરે છે. ફિલ્મમાં રાણી પદ્માવતી અને રાજા અલ્લાઉદ્દીન ખિલજીના દૃશ્યો બાબતે કરણી સેનાના કાર્યકરોએ વાંધો ઉઠાવીને ફિલ્મના સેટ પર બે વાર તોડફોડ અને આગ ચાંપી દીધી હતી એટલે કેટલાય દિવસો સુધી ફિલ્મનું શૂટિંગ બંધ હતું. હવે ફિલ્મની રાણી પદ્માવતી દીપિકાના ગળામાં હળવો મચકોડ છે જેના કારણે તેણે શૂટિંગ માટે ઈનકાર કર્યો હોવાથી શિડ્યુલ ખોરવાયું છે.


comments powered by Disqus