વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘મની હૈ તો હની હૈ’ના સેટ પર ગોવિંદાએ સંતોષ રાયને લાફો મારી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગોવિંદા સંતોષની બિનશરતી માફી માગવા અને તેને રૂ. ૫ લાખ વળતર પેટે ચૂકવવા હવે તૈયાર થયા છે. ગોવિંદાએ સુપ્રીમ કોર્ટમાં માફીનામું પણ દાખલ કર્યું છે. જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપીને કેસ બંધ કરી દીધો છે. જોકે ગોવિંદાએ અગાઉની સુનાવણીમાં જણાવ્યું હતું કે, સંતોષે સેટ પર ફિમેલ આર્ટિસ્ટ્સની મજાક કરતાં તેણે તેને લાફો માર્યો હતો, પણ ગઈ સુનાવણીમાં સુપ્રીમે બન્ને પક્ષોને પરસ્પર સમાધાન કરી લેવા અને કોર્ટને જાણ કરવા કહ્યું હતું. સુપ્રીમે ગોવિંદાને કહ્યું હતું કે, તમે હીરો છો. કોઈને લાફો ન મારી શકાય. તમારી ફિલ્મો અમે એન્જોય કરીએ છીએ, પરંતુ તમે કોઈને મારો એ સહન નહીં કરીએ. રીલ લાઇફ અને રિયલ લાઇફમાં અંતર છે. તમે મોટા હીરો છો, મોટું મન પણ રાખો.

