ન્યૂ યોર્કમાં યોજાયેલા આઈફા એવોર્ડ્ઝમાં ‘ઉડતા પંજાબ’નો નશો છવાયો

Wednesday 19th July 2017 06:19 EDT
 
 

ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ તાજેતરમાં જ ન્યૂ યોર્કમાં યોજાઈ ગયા. આ સમારોહને કરણ જોહર અને સૈફઅલી ખાને હોસ્ટ કર્યો હતો. આઈફામાં ‘ઉડતા પંજાબ’નો દબદબો રહ્યો હતો. આ ફિલ્મ માટે શાહિદને બેસ્ટ એક્ટરનો અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો તો દલજીત દોસાંજને બેસ્ટ ડેબ્યુ મેલનો એવોર્ડ મળ્યો હતો.

એવોર્ડ્ઝની યાદી

• બેસ્ટ ફિલ્મઃ નીરજા • બેસ્ટ ફિમેલ ડેબ્યુઃ દિશા પટની (એમ. એસ. ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી) • બેસ્ટ મેલ ડેબ્યુઃ દલજીત દોસાંજ (ઉડતા પંજાબ) • બેસ્ટ એક્ટરઃ શાહિદ કપૂર (ઉડતા પંજાબ) • બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ (ઉડતા પંજાબ) • બેસ્ટ ડિરેક્ટરઃ અનિરુદ્ધા રોય ચૌધરી (પિંક) • બેસ્ટ સપોર્ટિંગ રોલ મેલઃ અનુપમ ખેર (એમ. એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી) • બેસ્ટ સપોર્ટિંગ રોલ ફિમેલઃ શબાના આઝમી (નીરજા) • સ્પેશિયલ મેન્શનઃ એ. આર. રહેમાન (ભારતીય સિનેમામાં ૨૫ વર્ષના યોગદાન બદલ) • બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલઃ વરુણ ધવન (ઢિશૂમ) • બેસ્ટ પર્ફોર્મન્સ ઈન અ નેગેટિવ રોલઃ જીમ સર્ભ (નીરજા) • સ્ટાઈલ આઈકોન ઓફ ધ યરઃ આલિયા ભટ્ટ • વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ • બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરઃ પ્રીતમ (એ દિલ હૈ મુશ્કિલ) • બેસ્ટ લિરિસિસ્ટઃ અમિતાભ ભટ્ટાચાર્ય - ‘ચન્ના મેરેયા’ (એ દિલ હૈ મુશ્કિલ) • બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અમિત મિશ્રા (એ દિલ હૈ મુશ્કિલ) • બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરઃ કનિકા કપૂર (ઉડતા પંજાબ) અને તુલસીકુમાર (એરલિફ્ટ)


comments powered by Disqus