પરીણિતી ચોપરા મુંબઈના એક બિઝનેસમેન સાથે ડેટિંગ કરે છે

Saturday 22nd July 2017 06:18 EDT
 
 

અભિનેત્રી પરીણિતી ચોપરા મુંબઈના એક બિઝનેસમેન સાથે ડેટિંગ કરી રહી છે તેવી વાતો બોલિવૂડમાં ચગી છે. આ બિઝનેસમેન સાથે પરી અનેક વખત હોટેલ્સમાં દેખાઈ છે. ઉલ્લેખનીય છે કે પરીનું નામ આ અગાઉ દિગ્દર્શક મહેશ શર્મા સાથે પણ જોડાયું હતું અને તેઓ વર્ષો સુધી રિલેશનશિપમાં હતા. કહેવાય છે કે આ મહેશ સાથેના સંબંધોમાંથી પરી જાતે બહાર નીકળી ગઈ હતી. ત્યાર બાદ એનું નામ એક સહાયક દિગ્દર્શક સાથે પણ જોડાયું હતું. હવે તેનું નામ આ બિઝનેસમેન સાથે જોડાતાં તેણે કહ્યું છે કે, આ એક અફવા માત્ર છે. મિત્રો સાથે બહાર જમવા જવાથી કે હરવા ફરવા જવાથી એવું ધારી લેવાની જરૂર નથી કે અમે કોઈ સિરિયસ રિલેશનશિપમાં છીએ. 


comments powered by Disqus