• શ્રી સ્વામિનારાયણ ગુરુકૂલ પરિવાર (SSGP) યુકે દ્વારા આયોજીત કાર્યક્રમો • શ્રીમદ ભાગવત કથા પારાયણ, શુક્રવાર તા.૨૧-૭-૧૭થી ગુરુવાર તા.૨૭-૭-૧૭ સુધી સાંજે ૭થી રાત્રે ૯.૩૦ દરમિયાન શ્રી કચ્છ લેઉવા પટેલ સમાજ (SKLPS), માર્ડી સ્ટ્રીટ, કાર્ડીફ CF11 7QTસંપર્ક. 020 8838 4900 • યુથ કેમ્પ, શુક્રવાર તા.૨૮થી તા.૩૦ જુલાઈ,
ધ ઓલ્ડ સ્ટેબલ્સ, ગ્રીટલ્ટન હાઉસ,
વીલ્ટશાયર SN14 6AP સંપર્ક. તરૂણ કાનાણી 07980 000 286
• ગાયત્રી પરિવાર યુકે, દ્વારા શનિવાર તા.૨૨-૭-૧૭ બપોરે ૧ વાગે ગુરુપૂર્ણિમા નિમિત્તે દીપ યજ્ઞનું હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨, લેયટન રોડ, લંડન E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8833 9540
• સ્વામિનારાયણ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન (યુકે), બાઉમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ લેન્ડ, કિંગ્સબરી, લંડન NW9 9RL ખાતે પૂ. દિવ્યસ્વામીની સવારની સભાનું ગુરુવાર તા.૨૦-૭-૧૭થી શનિવાર તા.૨૨-૭-૧૭ સવારે ૭થી ૯ અને સાંજની સભાનું ગુરુવાર તા.૨૦-૭-૧૭ થી રવિવાર તા.૨૩-૭-૧૭ સાંજે ૭થી ૯ તથા કિશોર સભાનું રવિવાર તા.૨૩-૭-૧૭ સવારે ૯થી બપોરે ૨ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 02038699352
• સર્વોદય હિંદુ એસોસિએશન દ્વારા ૧૦૦૮ મહામૃત્યુંજય મંત્રના જાપ અને શિવલિંગ પૂજાનું રવિવાર તા.૨૩-૭-૧૭ સવારે ૧૧ વાગે ટોલવર્થ રિક્રિએશનલ સેન્ટર, ફૂલર્સ વે નોર્થ, સરે KT6 7LQ ખાતે આયોજન કરાયું છે. ફરાળી પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. રંજનબેન07854 399 523
• સ્વામી કમલેશાનંદજીના સત્સંગના કાર્યક્રમો • શનિવાર તા.૨૨-૭-૧૭ બપોરે ૨થી ૪ વેસ્ટન પેરિશ હોલ, હોલ બુથ લેન, સાઉથ નોર્ધમ્પટન, NN3 3NS • રવિવાર તા.૨૩-૭-૧૭ સવારે ૧૧.૩૦થી સાંજે ૬ તથા સોમવાર તા.૨૪-૭-૧૭થી ગુરુવાર તા.૨૭-૭-૧૭ સાંજે ૭.૩૦થી ૯.૩૦ રોઝ હાઉસ, સ્વામિનારાયણ ટેમ્પલ પાસે, કિંગ્સબરી રોડ, લંડન NW9 8UP સંપર્ક. 07743343999
• ચિન્મય મિશન યુકેના કાર્યક્રમો • શનિવાર તા.૨૨-૭-૧૭ સવારે ૧૦થી રવિવાર તા.૨૩-૭-૧૭ બપોરે ૪.૩૦ દરમિયાન ‘આયુર્વેદ ડિ-મીસ્ટીફાઈડ એન્ડ આયુર્વેદ કૂકિંગ’ વિષય પર વર્કશોપ, ચિન્મય વિદ્યા નગરી, બ્રેમ્બલગ્રેન્જ, હેની રોડ, ઓક્સફર્ડશાયર, OX13 6AN સંપર્ક. 07775 576 533 • રવિવાર તા.૨૩-૭-૧૭ સવારે ૧૧થી બપોરે ૧૨.૩૦ દરમિયાન ‘સમર સાધના સેશન’, ચિન્મય કિર્તી, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA સંપર્ક. 020 8203 2845
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૩-૭-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ
ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• રાધાકૃષ્ણ ટેમ્પલ, બાલમ દ્વારા શ્રીનાથજી પ્રભુ આવિર્ભાવ ઉત્સવનું શનિવાર તા.૨૯-૭-૧૭ બપોરે ૨.૩૦થી રાત્રે ૮ અને રવિવાર તા.૩૦-૭-૧૭ સવારે ૮.૩૦થી સાંજે ૫.૩૦ દરમિયાન રાધા કૃષ્ણ ટેમ્પલ-શ્યામા આશ્રમ, બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8675 3831
• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO), યુકે દ્વારા શ્રી વ્રજરાજકુમારજીના વચનામૃત સત્સંગના કાર્યક્રમો • મંગળવાર તા.૨૫-૭-૧૭ અને બુધવાર તા.૨૬-૭-૧૭ સાંજે ૫થી ૭ દરમિયાન શ્રી હિંદુ ટેમ્પલ, ૩૪, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD • ગુરુવાર તા.૨૭-૭-૧૭ સાંજે ૫થી ૭ વ્રજધામ હવેલી, ૫૮ લફબરો રોડ,લેસ્ટર LE4 5LD સંપર્ક. 07767 254 165
• ભક્તિવેદાંત મેનોર ફાઉન્ડેશન, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, એલ્ડનહામ, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે રવિવાર તા.૩૦-૭-૧૭ સવારે ૧૦થી બપોરે ૨ દરમિયાન મહા અભિષેક અને યજ્ઞનું આયોજન કરાયું છે. સંપર્ક. 01923 851 000
• દેવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ભક્તિનું શુદ્ધ સ્વરૂપ’ વિષય પર પૂ. અક્ષયકુમારજીના પ્રવચનનું શનિવાર તા.૨૯-૭-૧૭ થી રવિવાર તા.૩૦-૭-૧૭ સુધી સાંજે ૫થી ૬.૩૦ દરમિયાન શ્રી ધામ હવેલી, ૫૦૪, મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SP ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. રૂપાબેન ઠક્કર 07767 254 165
• ગુર્જર હિંદુ યુનિયન દ્વારા શનિવાર તા.૨૯-૭-૧૭ સાંજે ૬ વાગે ફિલ્મી ગીતોના કાર્યક્રમ ‘બોલિવુડ લીજન્ડ્સ’નું મેડનબોવર કોમ્યુનિટી સેન્ટર, હાર્વેસ્ટ રોડ, ક્રોલી RH10 7QH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01293 530 105
• શ્રી એડન દેપાળા મિત્ર મંડળ ચર્ચલેન, ઈસ્ટ ફિંચલી, લંડન N2 8DR ખાતે તા.૨૪-૭-૧૭થી ૨૧-૮-૧૭ના શ્રાવણ માસના પાંચ સોમવાર દરમિયાન રાત્રે ૮થી ૧૦ દરમિયાન
ભજન-કિર્તનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8444 2054
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો • દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ જલારામ બાપાના ભજન અને પ્રસાદ • દર શનિવારે બપોરે ૧ થી ૩
હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, ઉથાપન, ભોગ શયન દર્શન થશે. હવેલીમાં મંગળભોગ, પાલના ભોગ, રાજભોગ, શાકઘર- પ્રિયાજી પાલના, ગૌમાતાજી થુલી સેવાના મનોરથોનો લાભ મળશે. વૈષ્ણવો માટે અન્ય તમામ પ્રસંગોનું આયોજન કરી શકાશે. સંપર્કઃ 07958 275 222
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દૈનિક ભજનઃ બપોરના ૧૨થી ૧ અને સાંજના ૬થી ૭ સુધી, દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૩૦ અને દર
શનિવારે હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ સુધી થશે. દરરોજ બપોરે ૧થી ૨ સુધી સદાવ્રત નો લાભ મળશે. સંપર્ક. 020 8902 8885
