હિંદુ સ્વયંસેવક સંઘ - કોવેન્ટ્રી દ્વારા યોગ દિવસની ઉજવણી

Wednesday 19th July 2017 06:54 EDT
 
 

લંડનઃ  ૨૧ જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યુકેમાં લંડન સહિત અનેક શહેરોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેની ઉજવણી થઈ હતી. કોવેન્ટ્રીમાં પણ હિંદુ સ્વયંસેવક સંઘ દ્વારા હાર્પ પ્લેસ, ૨ સેન્ડી લેન, કોવેન્ટ્રી ખાતે યોગ દિવસ ઉજવાયો હતો. ગત ૨૧ જૂને સાંજે ૫થી ૮ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં ૭૦ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ‘ચેર યોગા’ કર્યો હતો. ડો. ટી. જોટંગીયાએ સૌને યોગના વિવિધ આસનો કરાવ્યા હતા. આ પ્રસંગે ડો. જોટંગીયાએ જીવનમાં યોગનું મહત્ત્વ અને સ્વાસ્થ્યને થતા લાભ વિશે માર્ગદર્શનરૂપ પ્રવચન આપ્યું. તેમણે ભુજંગાસન, પદ્માસન, સવાસન અને ગરૂડાસન સહિત યોગના વિવિધ આસનોની પણ સમજ આપીને ધ્યાન વિશે પણ વાત કરી હતી.   


comments powered by Disqus