મહાનાયક અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ 'હમ'નું સુપરહિટ ગીત ‘ચુમ્મા ચુમ્મા’ બહુ લોકપ્રિય બન્યું હતું. જોકે બહુ ઓછાને એ જાણ છે કે આ ગીતની અધિકૃત રિલીઝ પહેલાં બિગ બીએ અભિનેત્રી શ્રીદેવી સાથે આ ગીત પર એક પર્ફોમન્સ આપ્યું હતું. ૧૯૯૦માં લંડનમાં થયેલી એક કોન્સર્ટની એક તસવીરને અમિતાભે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં અમિતાભ અને શ્રીદેવી સ્ટેજ પર આ ગીત પર ડાન્સ કરતાં દેખાય છે. એમણે કેપ્શનમાં લખ્યું કે ૧૯૯૦માં લંડનનું વેમ્બલી સ્ટેડિયમ. શ્રીદેવી, આમિર અને સલમાનની આ પહેલી કોન્સર્ટ. આ સમયગાળામાં સલમાનની પહેલી 'મૈને પ્યાર કિયા' રિલીઝ થઈ હતી જ્યારે આમિરની અમુક ફિલ્મો રિલીઝ થઈ ચૂકી હતી. 'હમ' ૧૯૯૧માં રિલીઝ થઈ હતી જેનું નિર્દેશન મુકુલ આનંદે કર્યું હતું.

