કંગના રનૌત સ્ટાર પરિવારમાંથી આવતી નથી. આ અંગેના તેના નિવેદન અંગે તે ઘણી ચર્ચામાં પણ રહી છે. એ પછી હવે અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે તેને ભારતીય સિનેમા વિશેના તેના વિચારો રજૂ કરવા માટેનું આમંત્રણ આપ્યું છે. ફિલ્મ જગતમાં તેણે સંઘર્ષ કરવો પડ્યો છે. તેવું તે અવારનવાર દરેક ફંક્શન તથા ઈવેન્ટ્સમાં જણાવતી પણ આવી છે આ સંઘર્ષગાથાને પગલે કંગના અનેક યુવતીઓની પ્રેરણાસ્રોત બની ગઈ છે. તેથી તેને આ આમંત્રણ મળ્યું છે.

