કિંગ ખાને બોક્સરને રૂ. પાંચ લાખની સહાય કરી

Wednesday 20th December 2017 05:18 EST
 
 

પંજાબના બોક્સર કૌર સિંહને હૃદયની બીમારી હતી અને તેમને ઇલાજ માટે રૂ. પાંચ લાખની જરૂર હતી. અભિનેતા શાહરુખ ખાનને આ અંગે જાણ થઈ તો તેમણે તાત્કાલિક બોક્સરને આર્થિક સહાય કરી જેનાથી બોક્સરની સારવાર થઈ હતી. કૌર સિંહ આર્થિક ભીડમાં હોવાથી તેને ઈલાજ માટે રૂપિયાની જરૂર હતી.
કૌર સિંહની સહાય બાદ શાહરુખે કહ્યું કે, ખેલાડીઓ આપણા દેશનું ગૌરવ હોય છે. સમાજ તરીકે તેમની દેખભાળ કરવાનું આપણું કર્તવ્ય છે. આપણા સાથી રમતવીરોને મુશ્કેલીની ઘડીમાં સાથ આપવો જોઈએ. હું દરેક પહોંચતી-પામતી વ્યક્તિને મદદ કરવાનો આગ્રહ કરું છું.


comments powered by Disqus