નીસડન સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીના પિતા અરુણભાઈ વ્યાસનું નિધન

Wednesday 20th December 2017 08:21 EST
 

લંડનઃ BAPSના નિષ્ઠાવાન સત્સંગી અને નીસડન સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી અને વાયમન સોલિસીટર્સના પાર્ટનર અનૂપભાઈ વ્યાસના પિતા શ્રી અરુણભાઈ વિષ્ણુપ્રસાદ વ્યાસનું તા.૧૩-૧૨-૧૭ને બુધવારે દુઃખદ નિધન થયું છે. સદગતને શ્રદ્ધાંજલિ અર્પવા તા.૧૬-૧૨-૧૭ને શનિવારે યોગી હોલ, સ્વામીનારાયણ સ્કૂલ, નીસડન ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી. સદગતના અંતિમસંસ્કાર તા.૧૯-૧૨-૧૭ને મંગળવારે કરવામાં આવ્યા હતા.

સ્વ. અરુણભાઈ ૨૩ વર્ષની વયે ૧૯૫૭માં એકાઉન્ટન્સીના અભ્યાસ માટે ભારતથી લંડન આવ્યા હતા. ‘૭૦ના દાયકામાં દુર્ગેશભાઈ દવેએ તેમને BAPS સ્વામીનારાયણ સત્સંગનો પરીચય કરાવ્યો હતો. ટૂંક સમયમાં જ તેઓ ભગવાન સ્વામીનારાયણ અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ચુસ્ત હરિભક્ત બન્યા હતા. નિધનના થોડા અઠવાડિયા અગાઉ તેમને પૂ. મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થયો હતો. સંપર્ક. અનૂપભાઈ વ્યાસ 07813 889 815


comments powered by Disqus