અભિનેત્રી પ્રિયંકા ચોપરાને આ વર્ષના સામાજિક ન્યાય માટેના ‘મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ’થી સન્માનિત કરાઈ હતી. કેટલાક સામાજિક મુદ્દાઓ અંગે અવાજ ઉઠાવીને તે અંગે જાગૃતિ ફેલાવવા સમર્થન માટેના યોગદાન બદલ આ પુરસ્કાર તેને અપાયો હતો. પ્રિયંકા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પણ છે. પ્રિયંકા વતી તેમનાં માતા મધુ ચોપરાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

