સંસ્થા સમાચાર અંક તા. ૨૩ ડિસેમ્બર ૨૦૧૭

Tuesday 19th December 2017 13:48 EST
 

• ચિન્મય મિશન યુકે દ્વારા ન્યૂ યર નિમિત્તે કાર્યક્રમો • શનિવાર તા.૩૦-૧૨-૧૭ સવારે ૧૦થી રવિવાર તા.૩૧-૧૨-૧૭ સાંજે ૪ ‘ધ મેટ્રિક્સ ઓફ ધ માઈન્ડ’ – ધ્યાન અને યોગ અભ્યાસ - ચિન્મય વિદ્યા નગરી, બ્રેમ્બલ ગ્રેન્જ, હેની રોડ, ઓક્સફર્ડશાયર OX13 6AN સંપર્ક. 07775 576 533 • રવિવાર તા.૩૧.૧૨.૧૭ રાત્રે ૧૦થી ૧૨ વિષ્ણુ સહસ્ત્રનામ પૂજા, ભજન અને પ્રવચન • સોમવાર તા.૧-૧-૨૦૧૮ સાંજે ૪થી ૬ ગુરુ પાદુકા પૂજન, ભજન અને પ્રવચન - ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA સંપર્ક. 07738 176 932
• ચિન્મય મિશન યુકે દ્વારા પાંચ વર્ષ સુધીના બાળકોમાં આધ્યાત્મિક જ્ઞાન અને સંસ્કાર સિંચન માટે જાન્યુઆરી, ૨૦૧૮થી દર રવિવારે લંડનમાં વિવિધ સ્થળોએ ખાસ શિશુ વિહાર ક્લાસીસનું આયોજન કરાયું છે. બાળકો પેરન્ટ્સ સાથે ભાગ લઈ શકશે. સમય • સવારે ૧૧થી ૧૨ હેન્ડનમાં ચિન્મય કિર્તી • સવારે ૧૧.૧૫થી ૧૨.૧૫ હેરોમાં હેરો આર્ટ્સ સેન્ટર • સવારે ૧૧.૩૦થી ૧૨.૩૦ સટનમાં મેનોર પાર્ક પ્રાઈમરી સ્કૂલ. સંપર્ક. 07939 154 964
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૪-૧૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી સેન્ટર, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે લંડન NW2 6QD લંડન ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર સિંધી મંદિર છે. સંપર્ક. 020 8459 5758
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000

ગિરીશકુમાર દેસાઈના સ્મરણાર્થે પ્રાર્થનાસભા

બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ મેનેજર અને પૂ. સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના શિષ્ય, સમન્વય પરિવાર યુકેના સક્રિય સભ્ય સ્વ. ગિરીશકુમાર દેસાઈના આત્માની શાંતિ અર્થે બુધવાર તા.૨૭-૧૨-૧૭ સાંજે ૮થી ૯.૩૦ દરમિયાન પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળઃ ઘનશ્યામ હોલ, સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર, Wood Lane HA7 4LF. સદગતના ધર્મપત્ની જયશ્રીબહેન અને દીકરી રેશ્મા તથા પરિવારજનો અંત્યેષ્ટિની તમામ વિધિ પતાવી તા. ૨૭ ડિસેમ્બરે સવારે લંડન પરત આવશે. વધુ વિગત માટે સંપર્ક. ઈન્દિરાબહેન 020 8204 9246


comments powered by Disqus