૨૦૧૭ના વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મઃ ‘બાહુબલી-૨’

Wednesday 20th December 2017 05:22 EST
 
 

આ વર્ષે ગૂગલ પર સર્ચ ક્વેરીમાં ‘બાહુબલી-૨ – ધ કન્કલુઝન’ સૌથી વધુ સર્ચ થવામાં ટોપ પર રહી હોવાનું સર્ચ એન્જિન ગૂગલના ૨૦૧૭ના સર્ચ રિઝલ્ટમાં જણાવાયું છે. બોક્સઓફિસ પર ભાષાઓની સીમાઓને તોડીને એસ. એસ. રાજામૌલી ડિરેક્ટેડ આ ફિલ્મે બોક્સઓફિસ પર તમામ રેકોર્ડ્સ તોડ્યાં હતાં. આ વર્ષે ગૂગલના ટ્રેન્ડિંગ ચાર્ટમાં પણ તે ટોચ પર રહી હતી. ‘બાહુબલી’ પછી સૌથી વધુ સર્ચ ‘ઈન્ડિયન પ્રીમીયર લીગ’ થઈ. આ ક્રિકેટ સિરીઝનો લાઈવ ક્રિકેટ સ્કોર ત્રીજો સૌથી વધુ સર્ચ કરાયેલો કીવર્ડ છે. એન્ટરટેઈનમેન્ટ સર્ચમાં  ટોપ ટેનમાં ‘દંગલ’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘બદરીનાથ કી દુલ્હનિયા’ પણ આવે છે. 


comments powered by Disqus