ઓસામા બિન લાદેન સની લિઓનીનો ફેન હતો

Thursday 21st September 2017 07:21 EDT
 
 

અમેરિકા પર થયેલા ૯-૧૧ના ત્રાસવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેન પોર્નસ્ટાર સની લિઓનીનો ફેન હતો. લાદેનને અમેરિકાના સ્પેશિયલ સીલ કમાન્ડોએ બીજી મે ૨૦૧૧ના રોજ પાકિસ્તાનના અબોટાબાદમાં ઠાર માર્યો હતો. આ દરમિયાન કમાન્ડોએ લાદેન જ્યાં છુપાયો હતો તે ઘરમાંથી ઘણા ગુપ્ત દસ્તાવેજ જપ્ત કર્યાં હતાં. તેમાં પોર્ન મૂવિઝનું પણ કલેક્શન હતું. જોકે એ દસ્તાવેજો જાહેર કરવાનું અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીએ નકાર્યું હતું, પણ ફિલ્મ નિર્દેશક દિલીપ મહેતા દ્વારા સની લિઓની પર બનાવાયેલી ડોક્યુમેન્ટરી ‘મોસ્ટલી સની’માં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે લાદેન સનીનો ફેન હતો. 


comments powered by Disqus