એક તરફ કપિલ શર્માની નાદુરસ્ત તબિયતના કારણે તેનો કોમેડી શો હમણાં ચેનલ પ્રસારિત થઈ શકતો નથી. એવામાં ખબર છે કે તેનું અંગત જીવન પણ મુશ્કેલીમાં છે. નાનપણની દોસ્ત અને ફિયાન્સી ગિન્ની છત સાથે તેના સંબંધો વણસ્યા હોવાનું બહાર આવ્યું છે. અહેવાલો અનુસાર કપિલની એક એક્સ ટીમ મેમ્બર તેના એકતરફી પ્રેમમાં હોવાથી કપિલના ગિન્ની સાથેના સંબંધોમાં તિરાડ પડી છે. કપિલની આ એક્સ ટીમ મેમ્બર કપિલ વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા તૈયાર નહોતી તેથી જ કપિલ મુશ્કેલીમાં મુકાતો રહેતો હોવાની ચર્ચા છે. કેટલાક સમય પહેલાં કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે થયેલો ઝઘડો પણ મીડિયામાં જાહેર થવા બાબતે આ છોકરી જ જવાબદાર ગણાય છે. ત્યાં સુધી કે જ્યારે તે જાતે કપિલ સાથે પોતાના લિંક અપની વાત ફેલાવતી હતી ત્યારે પણ કપિલે ગિન્ની સાથે પોતે લગ્ન કરી રહ્યો હોવાની જાહેરાત કરીને એ અફવા પર વિરામ મૂક્યો હતો છતાં કપિલ શર્માના ગિન્ની સાથેના સંબંધોને ગ્રહણ લાગ્યું કહેવાય છે.

