બાળકોથી શરૂ કરીને વડીલો સુધી કોઈ પણ વ્યક્તિને શાકભાજી ખાવાના નામથી મોં બગડી જાય છે, પરંતુ ભીંડા એક માત્ર એવું શાક છે જે લગભગ દરેકને ભાવે છે. ભીંડા સ્વાસ્થ્ય માટે લાભકારક છે.
• ભીંડા ખાવાથી બ્લડશુગરની માત્રા નિયંત્રિત રહે છે.
• ભીંડામાંથી સૌથી વધુ પ્રમાણમાં વિટામિન-સી મળે છે. વિટામિન-સી બીમારીઓ દૂર કરવામાં તથા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
• ભીંડા હંમેશાં ચાવીને ખાવા જોઈએ. જો તે ચાવીને ખાવામાં ન આવે અને પાચનશક્તિ સારી ન હોય તો પેટમાં દુખાવો થઈ શકે છે. સાથે ચાવીને ખાવાથી દાંતને પોષણ મળે છે.
• ભીંડા ખાવાથી હાડકાં મજબૂત બને છે તથા તે શરીરમાં લોહીની માત્રામાં વધારો કરે છે.
• ભીંડામાં રહેલું ફાયબર પાચનતંત્રમાં રહેલી ચરબી કાપે છે.
• ભીંડામાં રહેલા પ્રોટીન તત્ત્વ કોલેસ્ટોલ ઓછું કરે છે, સાથે હૃદયને સ્વસ્થ રાખે છે.
• ભીંડામાં વિટામિન-બી પણ રહેલું છે, જે મગજના જ્ઞાનતંતુને અંદરથી મજબૂત બનાવે છે.
• ભીંડામાં રહેલું વિટામિન-એ રહેલું હોય છે, જે ત્વચા પર ડાઘ, કરચલીઓને દૂર કરે છે.

