કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કહ્યું હતું કે, ભારતમાં મોટાભાગના રાજકીય પક્ષોમાં વંશવાદની સમસ્યા છે. અખિલેશ યાદવ રાજવંશના છે. સ્ટાલિન (ડીએમકેના એમ. કરુણાનિધિનો પુત્ર) રાજવંશના છે. અભિનેતા અભિષેક બચ્ચન પણ છે અને બીજા ઘણા પણ. આ રીતે ભારત ચાલે છે એટલે તમે મારી પાછળ ના પડતા. રિશી કપૂરે આ બાબતે રાહુલ પર ગુસ્સે થતાં ટ્વિટ કરી હતી કે, રાહુલ ગાંધી, ભારતીય સિનેમાના ૧૦૬ વર્ષમાં કપૂર પરિવારે ૯૦ વર્ષ યોગદાન આપ્યું અને દરેક પેઢીને લોકોએ કુશળતાના આધારે પસંદ કરી છે. ચાર પેઢીઓમાં પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, રણધીર કપૂર, રણબીર કપૂર અને અન્યો સામેલ છે. તમે કંઈક અલગ જોઈ રહ્યા છો. કલાકારોએ મહેનતથી અને પોતાના હુનરથી લોકો પાસેથી સન્માન અને પ્રેમ પ્રાપ્ત કરવાં પડે છે ન કે જબરદસ્તી અને ગુંડાગર્દીથી કે વંશવાદથી. ગયા વર્ષે પણ રિશી કપૂરે વિવાદિત નિવેદન કર્યા હતા કે જે માર્ગો અને ઈમારતોના નામ ગાંધી પરિવાર પર રાખવામાં આવ્યા છે તેના નામ બદલી નાંખવા જોઈએ.

