સંસ્થા સમાચાર - અંક ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭

Tuesday 19th September 2017 13:23 EDT
 

• શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા પાઠનું રવિવાર તા.૨૪-૯-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશિયલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJખાતે આયોજન કરાયું છે. પૂ. હિરજીબાપા અને પૂ.રામબાપાના નિમિત્તે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવશે. સંપર્ક. 020 8459 5758
• બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા શનિવાર તા.૩૦-૯-૧૭ બપોરે ૪થી દશેરા ૨૦૧૭નું બોલ્ટન ઈન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ, હેકન લેન, બોલ્ટન, BL3 1SD ખાતે આયોજન કરાયું છે. આતશબાજી સાથે રાવણદહન સાંજે ૭ વાગે થશે. પ્રવેશ મફત. સંપર્ક. 01204 238 018
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દેવી નિધી અને નેહાજીની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત સપ્તાહનું શનિવાર તા.૨૩-૯-૧૭થી શનિવાર તા.૨૯-૯-૧૭ સુધી સવારે ૧૧.૩૦થી બપોરે ૨.૩૦ દરમિયાન હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. કથાનું આસ્થા ચેનલ પર બપોરે ૧.૩૦થી ૪.૩૦ સુધી D-Live પ્રસારણ થશે. સંપર્ક. 020 8426 0678
• નહેરુ સેન્ટર, યુકે, ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - મંગળવાર તા.૨૬-૯-૧૭ સાંજે ૬.૩૦ નૃત્ય કાર્યક્રમ - કૃષ્ણકથા અને ગીતોપદેશમ - બુધવાર તા.૨૭-૯-૧૭ સાંજે ૬.૩૦ સેલીબ્રેશન ઓફ કથકલી - ગુરુવાર તા.૨૮-૯-૧૭ સાંજે ૬.૩૦ ગાંધી ફાઉન્ડેશન એન્યુઅલ લેક્ચર અંતર્ગત સતીશકુમારનું લેક્ચર – શુક્રવાર તા.૨૯-૯-૧૭ સાંજે ૬.૩૦ સાનિધ્ય દ્વારા કાર્યક્રમ - અલ્હાબાદ સિટી ઓફ પોએટ્સ, રાઈટર્સ એન્ડ જ્યુરિસ્ટ્સ. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો - મંગળવાર તા.૨૬-૯-૧૭થી ગુરુવાર તા.૨૮-૯-૧૭ સાંજે ૬.૩૦થી ૮.૩૦ ઓડિસી વર્કશોપ – ગુરુવાર તા.૨૮-૯-૧૭ સાંજે ૭થી ભક્તિસંગીત અને નૃત્યના કાર્યક્રમ સાથે દુર્ગાષ્ટમી - શનિવાર તા.૩૦-૯-૧૭ સાંજે ૬થી ૮ 'તરંગ ૨૦૧૭' - શાસ્ત્રીય નૃત્ય અને સંગીત કાર્યક્રમ. સંપર્ક. 020 7381 3086
• માંધાતા ગુજરાતી સ્કૂલની નવી ટર્મ શનિવાર તા.૯-૯-૧૭થી શરૂ થઈ છે. એનરોલમેન્ટ શનિવાર તા.૧૪-૧૦-૧૭ સુધી કરાવી શકાશે. બરહામ પ્રાઈમરી સ્કૂલ, ડેનથોર્પ રોડ, વેમ્બલી HA0 4RQ ખાતે ચાલતી આ સ્કૂલનો સમય દર શનિવારે સવારે ૧૦થી બપોરે ૧૨.૩૦ સુધીનો રહેશે. સંપર્ક. હીના 07903 258 758

શુભ વિવાહ

મૂળ ધર્મજના શ્રીમતી નયનાબેન અને શ્રી પીયૂષકુમાર શીવાભાઈ કુબેરભાઈ પટેલના સુપુત્રી ચિ. સેજલના લગ્ન મૂળ ભાદરણના શ્રીમતી જ્યોત્સનાબેન અને
શ્રી મનુભાઈ ડાહ્યાભાઈ પટેલના સુપુત્ર ચિ. સંદીપ સાથે રવિવાર તા.૧૫-૧૦-૨૦૧૭ના રોજ નિરધાર્યા છે. 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી નવદંપતીને શુભકામના.

સાભાર સ્વીકાર

• ગીતાપ્રેસ ભાદરણ દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત દ્વિમાસિક 'ભાદરણ પત્રિકા'નો જુલાઈ-ઓગસ્ટ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પ્રકાશિત ગુજરાતી માસિક 'રામકૃષ્ણ જ્યોત'નો સપ્ટેમ્બર ૨૦૧૭નો અંક મળ્યો છે.
• વસો કેળવણી મંડળ દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત માસિક વસો માસિક પત્રિકાનો ઓગષ્ટ-૨૦૧૭નો અંક મળ્યો છે.
• શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ દ્વારા ઈંગ્લિશ અને ગુજરાતીમાં પ્રકાશિત માસિક શ્રી સ્વામિનારાયણના સપ્ટેમ્બર ૨૦૧૭ના અંક મળ્યા છે.
• સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત ગુજરાતી માસિક સ્વામિનારાયણ પ્રકાશનો સપ્ટેમ્બર ૨૦૧૭નો અંક મળ્યો છે.
• પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા પ્રકાશિત ગુજરાતી માસિક વૃક્ષનો સપ્ટેમ્બર ૨૦૧૭નો અંક મળ્યો છે.

અવસાન નોંધ

શ્રી કરસનભાઈ ભૂડિયાનું રવિવાર તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમનું ફ્યુનરલ ગુરુવાર તા.૨૧-૯-૧૭ બપોરે ૪ વાગે Hendon Crematorium, Holders Hill, London NW7 1NB ખાતે રાખવામાં આવેલ છે.


comments powered by Disqus