લંડનઃ સરકારે ‘કાસ્ટ ઈન ગ્રેટ બ્રિટન એન્ડ ઈક્વોલિટી લો’ વિશે નાગરિકો પાસેથી તેમના મંતવ્યો મંગાવ્યા છે. નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ (NCHT) અને અન્ય મુખ્ય હિંદુ સંસ્થાઓ સાથે કાર્યરત હિંદુ ફોરમ ઓફ બ્રિટને તેનું કન્સલ્ટેશન ફોર્મ સરળતાપૂર્વક ભરવા માટે માર્ગદર્શક નોંધ અને ટેમ્પલેટ્સ તૈયાર કર્યા છે. કન્સલ્ટેશન ૨૮ માર્ચથી શરૂ થયું છે અને તે ૧૭ જુલાઈ, ૨૦૧૭ સુધી ચાલશે.
કન્સલ્ટેશન માટેનું સરકારનું વેબપેજ https://www.gov.uk/government/consultations/caste-in-great-britain-and-equality-law-a-public-consulation છે. આ વેબપેજ પરથી ફોર્મ ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકાશે અથવા ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. ભરેલા ફોર્મ [email protected] ઈમેલ એડ્રેસ પર મોકલી શકાશે. ભરેલું ફોર્મ આપ હરિભાઈ હાલાણી, ટ્રસ્ટી, c/o West Harrow Garage,૧૩૯-૧૪૧, બ્લેનહેમ રોડ, હેરો, HA2 7AA પર મોકલી શકાશે. સંસ્થાઓના વડાઓ મેમ્બરો પાસેથી ભરેલા ફોર્મ ઉઘરાવીને આગામી ૧૦મી જુલાઈ સુધી રૂબરૂ જમા કરાવી શકશે.
