ન્યૂ યોર્કમાં આઈફાની અફલાતૂન તૈયારી

Wednesday 21st June 2017 06:57 EDT
 
 

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્ઝ (IIFA) - ૨૦૧૮ આ વર્ષે અમેરિકાના ન્યૂ યોર્કમાં યોજાશે. આ ૧૮મા આઇફા માટેની તૈયારીઓ ન્યૂ યોર્કમાં જોરશોરથી ચાલે છે. આઈફા તરફથી તાજેતરમાં જ ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે આ એવોર્ડ ફંક્શનના હોસ્ટ ફિલ્મમેકર કરણ જોહર અને છોટે નવાબ અભિનેતા સૈફઅલી ખાન રહેશે.
સૈફઅલીએ મીડિયાને જણાવ્યા મુજબ, ‘આ વર્ષે હું ફરી એકવાર આઇફાનો એન્કર હોઈસ. મારો ખાસ દોસ્ત કરણ મારો સાથ આપશે. આ વખતના કાર્યક્રમમાં અમે અનેક નવા સરપ્રાઇઝ લઇને આવવાના છીએ. આ વર્ષનું બીજું એક સરપ્રાઈઝ પેકેજ વરુણ ધવન હશે. વરુણે કહ્યું છે કે, તે આ સમારોહમાં એક પાવરપેક્ડ પર્ફોર્મન્સ આપશે.
આઈફામાં સલમાન ખાન, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, સુશાંત સિંઘ રાજપૂત અને કૃતિ સેનન પણ પર્ફોર્મન્સ આપશે. ૧૪ જુલાઇએ બોલિવૂડમાં એ આર રહેમાન પ્રવેશ્યાની રજત જયંતીનો પ્રોગ્રામ પણ થશે અને ૧૫મીએ એવોર્ડ સમારોહ પણ યોજાશે.


comments powered by Disqus