બાબા રામદેવ પરથી બાયોપિક સિરીઝ

Wednesday 21st June 2017 07:00 EDT
 
 

બોલિવૂડનો અભિનેતા અને ફિલ્મમેકર અજય દેવગન યોગગુરુ બાબા રામદેવની બાયોપિક બનાવવાની તૈયારીમાં હોવાના સમાચાર છે. જોકે, રિપોર્ટ પ્રમાણે આ બાયોપિક બિગ સ્ક્રીન પર નહીં પણ નાના પરદે દર્શાવાશે. હાલમાં અજય રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ગોલમાલ - ફોર’ અને મિલન લુથરિયા દિગ્દર્શિત ફિલ્મ ‘બાદશાહો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ બંને ફિલ્મો ફ્લોર પર આવ્યા પછી આ વર્ષના અંત સુધીમાં આ બાબાની સિરિયલ માટે શૂટિંગ શરૂ થવાની શક્યતા છે.
સિરીઝ નિર્માતા અજય દેવગણે બાયોપિકના ડિરેક્શન માટે અભિનવ શુકલા સાથે હાથ મિલાવ્યા છે. આ સિરીઝનું નામ ‘સ્વામી બાબા રામદેવઃ ધ અનટોંલ્ડ સ્ટોરી’ વિચારાયું છે.


comments powered by Disqus