ન્યૂ યોર્ક: એશિયા સોસાયટી પોલીસી ઇન્સ્ટિટ્યુટની સાથે સંકળાયેલા ભારત માટે સિનિયર ફેલો માર્શલ બાઉટને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર માલની નિકાસ કરવા માટે બજાર ઇચ્છે છે અને ભારત રોકાણ કરવા ઇચ્છે છે. આ બન્ને દેશના નેતાઓ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘડાયેલા બિઝનેસમેન છે અને આ બન્ને ટાર્ગેટ પૂરો કરવા માટે જૂની પરંપરાઓ અને જૂની નીતિ તોડવા માગે છે. તેમણે બન્ને નેતાઓને આગામી સપ્તાહે તેમની પ્રથમ બેઠક દરમિયાન દ્વીપક્ષીય આર્થિક સંબંધો બદલવા ધ્યાન આપવાની સલાહ પણ આપી છે.
મોદી-ટ્રમ્પ ભારત-અમેરિકાના આર્થિક સંબંધ મજબૂત બનાવે
દ. શિકાગો કાઉન્સિલ ઓન ગ્લોબલ અફેર્સના નિવૃત્ત અધ્યક્ષ બાઉટને બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને રાજકીય અને સુરક્ષા સહયોગની સરખામણીએ ‘સૌથી નબળા’ ગણાવ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું કે મોદી અને ટ્રમ્પે અમેરિકા અને ભારતના આર્થિક સંબંધોમાં પરિવર્તન લાવવા અંગે વિચાર કરવો જોઈએ.

