રૂ. ૧૯૩૦ કરોડની કમાણી સાથે ‘દંગલ’નો વિશ્વવિક્રમ

Wednesday 21st June 2017 06:58 EDT
 
 

આમિર ખાનની મહાવીર ફોગટ નામના કુસ્તીબાજની કથા કહેતી ‘દંગલ’ ફિલ્મે વૈશ્વિક કક્ષાએ રૂ. ૧૯૩૦ કરોડની કમાણી કરી છે અને તેમાં રોજેરોજ ઉમેરો થાય છે.  વિશ્વ કક્ષાએ આટલા નાણાં કમાનારી ફિલ્મોમાં તે પાંચમા સ્થાને છે. ફોર્બ્સ મેગેઝીન પ્રમાણે, આ બાયોપિકની ગ્લોબલ કમાણી ૩૦.૧ કરોડ ડોલર થઈ ગઈ છે. જેમાંથી ચીનમાંથી ૧૭.૯૮ કરોડ ડોલર કમાણી જ્યારે ભારતની કમાણી ૮.૪૪ કરોડ ડોલર જેટલી થાય છે. અત્યાર સુધીમાં આવી ચાર નોનઈંગ્લીશ ફિલ્મોએ વિશ્વ કક્ષાએ ૩૩ કરોડ ડોલરથી વધુની કમાણી કરી છે જેમાં ચીનની મરમેઈડ (૫૩.૩ કરોડ ડોલર) અને મોનસ્ટર હંટ (૩૮.૬ કરોડ ડોલર), ફ્રાન્સની ધ ઈનટચેબલ્સ (૪૨.૭ કરોડ ડોલર) અને જાપાનની યોર નેમ (૩૫.૪ કરોડ ડોલર) છે. આમિર ખાનની ‘દંગલ’ આ પાંચની કલબમાં જોડાઈ છે.


comments powered by Disqus