વોશિંગ્ટનઃ એક બાજુ પાણી અંદર દુનિયાનો સૌથી ઝડપી અને સૌથી સફળ ઓલિમ્પિક સ્વીમર માઈકલ ફેલ્પ્સ અને બીજી બાજુ સમુદ્રની સૌથી ઝડપી અને ખતરનાક માછલી ગ્રેટ વ્હાઈટ શાર્ક. બંને વચ્ચે સમુદ્રમાં રેસ. કોઈ માણસની માછલી સાથેની પહેલી રેસ થશે. રેસ ૨૩ જુલાઈએ ડિસ્કવરી ચેનલ પર દર્શાવાશે.
ગયા સપ્તાહે માઇકલ ફેલ્પ્સે પાંજરામાં બંધ વ્હાઈટ શાર્ક સાથે અભ્યાસ કર્યો. ફેલ્પ્સે સોશિયલ મીડિયા પેજ પર શાર્ક સાથે અભ્યાસનો ફોટો શેર કરતા લખ્યું છે, 'હું હવે કામ કરી શકીશ, જે હંમેશા કરવા માગતો હતો. હું પીંજરામાં બંધ થઈને ગ્રેટ વ્હાઈટ શાર્ક સાથે તરીશ.'
નિષ્ણાતો મતે ગ્રેટ વ્હાઈટ શાર્કની ઝડપ ક્લાકે ૫ માઈલ હોય છે પરંતુ જ્યારે તે હુમલાની પોઝીશનમાં હોય છે તો ઝડપ ક્લાકે ૨૫ માઈલ સુધીની હોય છે. શાર્કની ઝડપ એક સારા માનવ સ્વીમર કરતાં ૧૦ ગણી વધુ હોય છે. ૩૧ વર્ષના ફેલ્પ્સની ટોપ સ્પીડ ક્લાક ૬ માઈલ છે. માઇકલ ફેલ્પ્સની ઝડપની તાકાત તેની લંબાઈ છે.

