સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરને સંગીતમાં તેમના યોગદાન માટે એશિયા પેસિફિક બ્રાન્ડ્સ ફાઉન્ડેશન તરફથી લેજેન્ડરી એવોર્ડથી સન્માનિત કરાયાં છે. ૮૭ વર્ષીય લતાજીએ પોતાને આ સન્માન આપવા માટે ટ્વિટર પર પારિતોષિકનો ફોટો મૂકીને બ્રાન્ડ લોરિયેટ સંસ્થાનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પારિતોષિક વિશ્વસ્તરે સિદ્ધિઓ હાંસલ કરનારી વ્યક્તિઓ અને સંસ્થાઓને અપાય છે. રતન તાતા, નેલ્સન મંડેલા, સ્ટીવ જોબ્સ, શાહરુખ ખાન વગેરે હસ્તીઓને અગાઉ આ સન્માન અપાયું છે.

