સંસ્થા સમાચાર તા. ૨૫-૨-૧૭ માટે

Wednesday 22nd February 2017 05:24 EST
 

• કન્સોર્શિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સની ખાસ મિટિંગનું રવિવાર તા.૨૬-૨-૨૦૧૭ બપોરે ૨થી ૪ દરમિયાન કડવા પાટીદાર સમાજ હોલ, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે આયોજન કરાયું છે.
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૫-૨-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ અને સાંજે ૭.૩૦ હનુમાન ચાલીસા • રવિવાર તા.૨૬-૨-૧૭ સવારે ૧૦.૩૦ જલારામ ભજન અને બપોરે ૧ વાગે ભોજન. સંપર્ક. 01162 661 402
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૫-૨-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૨૬-૨-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૬-૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સિલિકોન બિઝનેસ પાર્ક, ૨૬, વેડ્સવર્થ રોડ, યુનિટ ૩૪, પેરિવેલ UB6 7JZ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર મુન્નાભાઈ કચાવા અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• જાણીતા લેખિકા સિદ્રા જાફરીના પ્રેરક પ્રવચન ‘ઉઠો જાગો જીયો’નું રવિવાર તા.૨૬-૨-૧૭ સવારે ૧૧થી બપોરે ૪ દરમિયાન નોરવુડ હોલ, નોરવુડ ગ્રીન રોડ, સાઉથોલ, મીડલસેક્સ UB2 4LA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07469 933 082
શુભ લગ્નઃ
બ્રેન્ટ્રી - બ્રિસ્ટોલ ખાતે રહેતા શ્રીમતી ઇન્દિરાબેન અને શ્રી ક્રિષ્નકાંત વિનોદભાઇ પટેલના સુપુત્ર ચિ. શામિલના શુભ લગ્ન શ્રી અને શ્રીમતી વિધુ અને દિપક સાંગરના સુપુત્રી. ચિ. સારિકા સાથે તા. ૧૭ એપ્રિલ ૨૦૧૭ના રોજ સવારે ૧૦ કલાકે નિરધાર્યા છે. નવદંપત્તીને ‘ગુજરાત સમાચાર’ પરિવાર તરફથી શુભકામનાઓ.

•••

અવસાન નોંધ
મૂળ નૈરોબીના અને હાલ હેનવેલ W7 ખાતે રહેતા રાવરાની ઓપ્શન્સના શ્રી બાબુલાલ ભગવાનજીભાઈ રાવરાનીનું શુક્રવાર તા.૧૦-૨-૨૦૧૭ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતની અંતિમક્રિયા શનિવાર તા.૨૫મી ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ સવારે ૧૧ કલાકે હેન્ડન ક્રિમેટોરિયમ, હોલ્ડર્સ હિલ રોડ, NW7 1NB ખાતે થશે. સંપર્કઃ જીતેન્દ્ર રાવરાની 02085788224, અશ્વિન ગલોરિયા 07914000675

•••


comments powered by Disqus