ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજ રાયનું લાંબી બીમારી બાદ મુંબઈમાં ૧૮મી માર્ચે અવસાન થયું હતું. જાન્યુઆરી, ૨૦૧૭માં રાયની તબિયત બગડી હતી અને લીલાવતી હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા. તેમના પરિવારમાં પત્ની વંદા, પુત્ર આદત્ય અને પુત્રી ઐશ્વર્યાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યાના પિતાની નાજુક તબિયતને લીધે બચ્ચન પરિવારે આ વર્ષે હોળીની ઉજવણી પણ નહીં કરવાનું નક્કી કર્યું હતું.

