કોમેડિયન કપિલ શર્માના પોતાના સહકલાકારો સાથે ગેરવર્તનના સમાચાર હાલમાં ચર્ચામાં રહ્યા જ કરે છે. તાજેતરમાં સમાચાર છે કે, કપિલ તેની ધ કપિલ શર્મા શોના કેટલાક સહકલાકારો સાથે ઓસ્ટ્રેલિયાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે ફ્લાઈટમાં તેણે સુનિલ ગ્રોવરની ધોલાઈ કરી નાંખી. ફ્લાઈટ ક્રૂના જણાવ્યા પ્રમાણે, દારૂના નશામાં કોઈપણ વાત વગર કપિલ શર્માએ સુનિલ ગ્રોવરને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને પછી તેને માર મારવા લાગ્યો. સુનિલ ત્યારે ચૂપ જ રહ્યો. આ મામલો વધવા લાગ્યો ત્યારે ફ્લાઈટ એટેન્ડેન્ટ્સ દોડી આવ્યા. જોકે ક્રૂ મેમ્બર્સને સુનિલે કપિલના વર્તનને નજર અંદાજ કરવાનું કહ્યું હતું.
જોકે કપિલે પહેલાં શોમાં જણાવ્યું છે કે, મારા અને સુનિલ વચ્ચે ઝઘડા થતા રહે છે પરંતુ અમે ખૂબ જ મેચ્યોર છીએ. અમારી વચ્ચે બધું બરાબર છે. અમારા વચ્ચે ઘણી જ મસ્તી થતી રહેતી હોય છે. બધુ જ બરાબર થઈ જશે. જ્યારે સુનિલ સાથે આ વિશે વાત કરવામાં આવી ત્યારે તેમને કહ્યું કે, આ પર્સનલ મેટર છે, હું આ વિશે કોઈ કોમેન્ટ કરવા માગતો નથી. શો છોડવાની વાત સાચી નથી.

