ગોવિંદની ફિલ્મ ‘આ ગયા હીરો’ ૧૭મી માર્ચે રિલીઝ થઈ છે અને ગોવિંદા જ્યાં જાય ત્યાં તેના માટે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે એવી માગ તેણે મુંબઈ પોલીસ સમક્ષ કરી હતી, પણ મુંબઈ પોલીસ તેની માગ પૂરી કરી શકતી નથી કારણ કે ગોવિંદા અંકશાસ્ત્ર અને કુંડળીમાં ખૂબ જ માને છે. ગોવિંદાએ પોતાના પંડિતને પૂછ્યા પછી મુંબઈ પોલીસને અરજી કરી છે કે, તેના સુરક્ષાકર્મીઓનું નામ ‘એ’થી શરૂ થવું જોઈએ અને બધા સુરક્ષાકર્મીઓની કુંડળી તેની સાથે મળતી હોવી જોઈએ. હવે કોઈકની કુંડળી મળે તો નામ એ પરથી હોતું નથી તો કોઈકનું નામ એ પરથી હોય તેની ગોવિંદા સાથે કુંડળી મળતી નથી. જેથી પોલીસ તંત્ર પણ વિમાસણમાં છે અને ગોવિંદા પણ.

