• રાધાકૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૨૮-૩-૧૭ મંગળવારથી બુધવાર તા. ૫-૪-૨૦૧૭, રોજ બપોરે ૧૨થી ૪ દરમિયાન શ્રી રામનવ પારાયણનું આયોજન કરાયું છે. તા. ૫-૪-૧૭ના રોજ શ્રી રામનવમી પંચામૃત સ્નાન બપોરે ૧૨ કલાકે થશે. સંપર્ક: 020 8675 3831.
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ, યુકે દ્વારા શ્રી સંજીવકૃષ્ણ ઠાકુરજીના મુખે રામકથાનું મંગળવાર તા.૨૮-૩-૧૭ થી બુધવાર તા.૫-૪-૧૭ સુધી શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ, HA0 4TA ખાતે આયોજન કરાયું છે. કથાનું આસ્થા યુકે ચેનલ પર જીવંત પ્રસારણ થશે. સંપર્ક. રમણીકભાઈ 020 8599 1187
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે મંગળવાર તા.૨૮-૩-૧૭થી મંગળવાર તા.૪-૪-૧૭ સુધી રામ ચરિત માનસ નવાન્હ પારાયણનું બપોરે ૩થી ૫ અને સાંજે ૭.૩૦થી ૮.૩૦ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલબીઈંગ (NHFW) દ્વારા ૧૬મા વાર્ષિક પ્રેસ્ટન હેલ્થ મેળાનું શનિવાર તા.૧-૪-૧૭ સવારે ૧૧થી બપોરે ૪ દરમિયાન ફોસ્ટર બિલ્ડીંગ, UCLAN PR1 2HE આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે મંગળવાર તા. ૨૮-૩-૧૭ થી મંગળવાર તા.૪-૪-૧૭ દરમિયાન ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દરરોજ બપોરે ૧૨.૩૦થી ૨.૫૦ સુધી ગરબાનું આયોજન કરાયું છે. દુર્ગાષ્ટમી હવ મંગળવાર તા.૪-૪-૧૭ સવારે ૯.૩૦ વાગે થશે. સંપર્ક. 020 8903 7737
• દત્ત સહજ યોગ મિશન, યુકે દ્વારા
શ્રી વિદ્યાભાસ્કરજીના મુખે ગુરુ ગીતા સપ્તાહનું વિશ્વ હિંદુ પરિષદ સેન્ટર (VHP), ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, સરે, CR7 6JN ખાતે આયોજન કરાયું છે. સમય- સોમવાર તા.૩-૪-૧૭થી શુક્રવાર તા.૭-૪-૧૭ સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦, તા.૮-૪-૧૭ બપોરે ૨થી સાંજે ૫.૩૦ અને રવિવાર તા.૯-૪-૧૭ સવારે ૧૧થી બપોરે ૨.૩૦, ત્યારબાદ મહાપ્રસાદ. સંપર્ક. 07903 223 550
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર વ્હિપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન, લંડન E11 1NP ખાતે મંગળવાર તા. ૨૮-૩-૧૭ થી મંગળવાર તા.૪-૪-૧૭ દરમિયાન ચૈત્રી નવરાત્રિનું આયોજન કરાયું છે. દુર્ગાષ્ટમી હવન મંગળવાર તા.૪-૪-૧૭ બપોરે ૩.૦૦ વાગે થશે. સંપર્ક. 020 8989 7539.
• ચિન્મય મિશન, યુકે દ્વારા રવિવાર તા. ૨૬-૩-૧૭ રવિવારના રોજ સાંજે ૬-૩૦થી ૮-૩૦ દરમિયાન ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતે ચિન્મય સ્વરાંજલિ - મધર્સ ડે ભજનનું આયોજન કરાયું છે. (સંપર્ક: 07738 176 932) શનિવાર તા. ૧-૪-૧૭ સવારે ૧૦થી રવિવાર તા. ૨-૪-૧૭ સાંજે ૫ વાગ્યા સુધી ‘ભરતનાટ્યમ’ નૃત્યના વર્કશોપનું ચિન્મય વિદ્યા નગરી, બ્રેમ્બલ ગ્રેન્જ, હેની રોડ, સ્ટીવન્ટન, ઓક્સફર્ડશાયર OX13 6AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક: 07738 176 932.
• શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે મંગળવાર તા. ૨૮-૩-૧૭થી તા. ૪-૪-૧૭ ચૈત્રિ નવરાત્રી પ્રસંગે દરરોજ બપોરે ૧૨થી ૧ દરમિયાન ગરબા થશે. દુર્ગાષ્ટમી હવન મંગળવારે તા. ૪-૪-૧૭ સવારના ૧૦-૩૦થી બપોરેના ૧૨-૩૦ સુધી થશે. સંપર્ક: 020 8902 8885.
• શ્રીનાથજીની હવેલી, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે ખાતે મંગળવાર તા. ૨૮-૩-૧૭થી તા. ૪-૪-૧૭ સુધી ચૈત્રિ નવરાત્રીની ઉજવણી થશે. ઘટ સ્થાપન પૂજા દરરોજ બપોરના ૧૨થી બપોરના ૧ અને દુર્ગાષ્ટમી હવન મંગળવાર તા. ૪-૪-૧૭ સવારના ૧૦-૩૦થી બપોરેના ૧૨-૩૦ સુધી થશે. સંપર્ક: 07952 275 222.
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતે તા. ૨૫ના રોજ સુંદરકાંડના પાઠ સવારે ૧૦-૩૦ કલાકે, ૧૧ હનુમાન ચાલિસા પાઠ સાંજે ૭-૩૦ કલાકે, તા. ૨૬-૩-૧૭ શ્રી જલારામ પ્રસાદી - ભજન સવારે ૧૦-૩૦થી અને ભોજન બપોરે ૧ કલાકે અને તા. ૨૮થી ૪ એપ્રિલ દરમિયાન રોજ સવારે ૧૦થી નવાહ્ન પારાયણ પાઠ થશે. રવિવાર તા. ૨-૪-૧૭ બપોરે ૩ વાગે EGM અને ત્યારબાદ AGMનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01162 661 402.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતે શનિવાર તા. ૨૫-૩-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા, રવિવાર તા. ૨૬-૩-૧૭ બપોરે ૩ વાગે મધર્સ ડે પ્રસંગે ભજન અને સાંજે ૫ વાગે આરતી, બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540.
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૬-૩-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર સુનિતાબેન મંગલાની USA અને નેમાબેન ફતુભાઇ મુલચંદાણી છે. સંપર્ક. 020 8459 5758
• શીરડી સાઇબાબા મંદિર લેસ્ટરના ચોથા પાટોત્સવની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન તા. ૩૦-૩-૧૭ના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારે ૮થી બાબાની કાકડઆરતી, જાપ, મધ્યાહ્ન આરતી, ધૂપ પાલખી તેમજ બપોરે ૧૨ અને રાત્રે ૯-૪૫થી પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 0116 367 1833.
• બર્મિંગહામ સીટી કાઉન્સિલના હાર્બોર્ન વોર્ડ મીટીંગનું આયોજન સોમવાર તા. ૨૭-૩-૧૭ સાંજે ૭ કલાકે ધ કોમ્યુનિટી રૂમ, હોર્બોેર્ન પૂલ એન્ડ ફીટનેસ સેન્ટર, લોર્ડ્ઝ વુડ રોડ, B17 9QS ખાતે કરવામાં આવ્યું છે. લોકલ ઇનોવેશન ફંડના પ્રોજેક્ટ પ્રપોઝલ અને એમી ઇન્ફોર્મેશન અપડેટ વિષે ચર્ચા કરાશે. સંપર્ક: 0121 464 4628.
મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે પ્રાર્થના સભા
મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે પ્રાર્થના સભાનું અાયોજન ગુરૂવાર તા. ૩૦મી માર્ચ ૨૦૧૭ના રોજ સાંજે ૬ થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે કરવામાં અાવ્યું છે. આ પ્રસંગે ભારતના હાઇકમિશ્નર, હેરોના મેયર, એમપી, લોર્ડ્ઝ, કાઉન્સિલર્સ તેમજ સ્થાનિક અગ્રણીઅો ઉપસ્થિત રહેશે. શાકાહારી ભોજન ૬થી ૭.૩૦ દરમિયાન પીરસાશે. ગાંધીબાપુને પ્રિય પ્રાર્થના, ભક્તિગીત-સંગીત કિર્તી વાકાણી અને મરીના ગ્રુપ રજૂ કરશે. સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 020 8427 3413; 07931 708 026 અને નીતિબેન ઘીવાલા 020 8429 1608 અને ઇલાબેન પંડ્યા 020 8428 7709.
