ફિલ્મ ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ની અભિનેત્રી ઝાયરા વસીમને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેશનલ ચાઇલ્ડ એવોર્ડ આપ્યો છે. બાળ દિન નિમિત્તે ઝાયરાને આ માન મળ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં બાળદિન નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે ઝાયરા સાથે સુપર ૩૦ના આનંદ કુમારને પણ એક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નેશનલ ચાઇલ્ડ એવોર્ડ ૧૬ બાળકોને આપવામાં આવ્યા હતા જેમાંથી એક બાળકને તેની વીરતા માટે ગોલ્ડ મેડલ અને અન્ય ૧૫ બાળકોને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. માત્ર બે ફિલ્મોથી વિશ્વભરમાં લોકપ્રિય બનનાર ઝાયરાને નેશનલ એવોર્ડ મળતાં તેની સાથે અભિનેતા આમિર ખાન પણ અતિ ઉત્સાહમાં છે.

