લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. તેમાં ખાસ કરીને ભાજીઓની વાત કરીએ તો ઠંડીની શરૂઆતથી લીલી ભાજી બજારમાં જોવા મળે છે. મેથી, સવા, તાંદળજો, મૂળાની ભાજી વગેરેનો કેટલાકને સ્વાદ પડતો નથી, પરંતુ પાલકની ભાજી એવી છે જે લગભગ દરેક પસંદ કરે છે. આજે જાણીએ પાલકમાં રહેલા ગુણો અને તે ખાવાથી થતા ફાયદા...
• પાલકના રેસામાં મેગ્નેશિયમ, વિટામિન્સ રહેલા છે, જે કેન્સરની બીમારીનો વિકાર શરીરમાં આવવાથી રોકે છે.
• હૃદયને લગતી બીમારીઓમાં પાલક ખાવાથી રાહત મળે છે.
• પાલક ખાવાથી લોહીમાં વધારો થાય છે, જેનાથી એનિમિયા બીમારી થતી નથી.
• પાલકમાં વિટામિન-સી હોય છે, જેનાથી બ્લિડિંગની પરેશાની દૂર થાય છે.
• પાલક ખાવાથી મગજ તેજ થાય છે, અને યાદશક્તિમાં વધારો થાય છે.
• કબજિયાત દૂર થાય છે, પેટ સ્વસ્થ રહે છે.
• ગર્ભવતી મહિલાઓ માટે તો પાલક એક વરદાન સમાન છે એમ કહીએ તો પણ ખોટું નથી. ગર્ભવતી મહિલા પાલક ખાય તો તેના ઉદરમાં રહેલા સંતાનને દરેક પ્રકારના પોષકતત્ત્વો મળે છે, જે માતા-શિશુ બન્ને માટે જરૂરી હોય છે.
• પાલકનો જ્યૂસ પીવાથી ચહેરા પર ગ્લો આવે છે, તેનાથી સ્કિન હાઇડ્રેટેડ રહે છે.
• ત્વચાને સુંદર દેખાડવા માટે ક્રીમના ઉપયોગ કરવા કરતાં શિયાળામાં રોજ પાલકનો સૂપ કે જ્યૂસ પીઓ.
• પાલક રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
• પાલક ખાવાથી આંખોનું તેજ વધે છે, સાથે રતાંધળાપણૂં દૂર થાય છે.

