ગોંડલ: ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં જ રોકાણકારો માટે ફાયદારૂપ સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત પોણા ત્રણ કિલો સોનું વેચીને ભારતભરમાં પોસ્ટ તંત્રમાં ગોંડલ ડિવિઝને પહેલો ક્રમ હાંસલ કર્યો છે.
આ અંગેની વધુમાં માહિતી આપતાં ગોંડલ પોસ્ટ ડિવિઝનના સુપ્રિન્ટેન્ડન્ટ ટી. એન. મલેકે જણાવ્યું હતું કે આ બોન્ડનો લાભ લોકો પોસ્ટ ઓફિસ ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેંકમાંથી પણ લઈ શકે છે. હજુ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી ચાલનારી આ સ્કીમની વધુ માહિતી પોસ્ટ ઓફિસમાંથી મળી શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રોકાણકાર પાંચ, છ કે સાત વર્ષે પ્રિમેચ્યોરિટી કરાવી શકે.
અહીં રિઝર્વ બેન્ક દ્વારા જ ગોલ્ડ બોન્ડનું પ્રમાણપત્ર અપાતું હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ પણ યોગ્ય જ છે. રાજકોટ રિજીયનના ૧૦ ડિવિઝન પૈકી ગોંડલ ડિવિઝન દ્વારા ૯ ઓક્ટોથી ૮ નવેમ્બર સુધીમાં એક જ માસમાં ૭૯,૬૯,૭૬૮ રૂપિયાનું એટલે કે ૨,૬૮૫ ગ્રામ સોનું વેચાયું હતું.

