ફિલ્મ અભિનેતા રાહુલ રોયે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલની હાજરીમાં તેણે પક્ષપ્રવેશ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ રાહુલ રોયે કહ્યું કે, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી પ્રભાવિત છું. આ મારા માટે મહત્ત્વનો દિવસ છે. જે રીતે મોદી અને અમિત શાહ દેશને આગળ લઈ જઈ રહ્યા છે. તેના કામથી પ્રભાવિત થયો છું. આજે દુનિયા જે દૃષ્ટિથી ભારત તરફ જુએ છે તે મારા માટે ગૌરવની વાત છે. હું રાજકીય ક્ષેત્રમાં આવવાના મારા નિર્યણથી ખૂબ ખુશ છું.
વધુમાં ૧૯૯૦ના દાયકામાં આવેલી ફિલ્મ ‘આશિકી’ હિટ હતી. રાહુલ રોયે ટીવી સિરિયલ બિબોસની પહેલી સિઝનમાં જીત મેળવી હતી.
આ મામલે કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલે કહ્યું હતું કે, બીજેપીમાં કલા અને સાહિત્યમાંથી ઘણા બધા લોકો જોડાઈ રહ્યાં છે.

