ચીનમાં યોગ સ્પર્ધામાં રજત સિદ્ધિ

Wednesday 23rd August 2017 10:24 EDT
 
 

ભારત સાથે સાથે હાલમાં યોગ તરફ જાગૃતિ જોવા મળે છે. યોગદિવસ ઉપરાંત પણ ઠેર ઠેર યોગ ઉત્સવની ઊજવણી કરવામાં આવે છે. તાજેતરમાં રાજકોટમાં એક્વા યોગ કરીને મહિલાઓએ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. દેશભરમાં અલગ અલગ જગ્યાએ યોગના ઘણા રેકોર્ડ બન્યા હતા. આવી જ રીતે યોગમાં પ્રગતિ કરીને ભાવનગરનાં જાહ્નવી મહેતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
ચીનમાં ઈન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશીપમાં જાહ્નવીએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને બીજું સ્થાન મેળવતાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ પહેલાં પણ જાહ્નવી ઈન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ચૂકી છે અને બે વાર ગોલ્ડમેડલ મેળવીને એણે ભારતનું તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે.
જાહ્નવી મહેતા કહે છે કે, ચીનના શેનઝેન શહેરમાં છઠ્ઠી ઈન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશીપ યોજાઈ એમાં ભાગ લેવા ૧૫ દેશના ખેલાડી આવ્યા હતા. ભારતમાંથી ૧૨ જેટલા સ્પર્ધક હતા, જ્યારે ગુજરાતમાંથી ૨૩ જેટલા ખેલાડી હતા. આમ કુલ ૩૦૦ જેટલા ખેલાડીઓ વચ્ચે આ સ્પર્ધા યોજાઈ. જે બે ગ્રુપમાં યોજાઈ હતી. એમાં જાહ્નવીએ પહેલા રાઉન્ડમાં ટોપ છમાં સ્થાન પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ છેલ્લા રાઉન્ડમાં પ્રથમ ક્રમથી માત્ર ૦.૫ પોઈન્ટ પાછળ રહી ગઈ હતી. છેલ્લાં ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી જાહ્વવીને ધોરણ પાંચથી જ યોગ કરવાનો શોખ જાગ્યો હતો. કોલેજમાં ભણતી જાહ્નવી અત્યારે યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે પણ ફરજ બજાવે છે.


comments powered by Disqus