દામ્બુલા વન-ડેઃ શ્રીલંકાને રગદોળતું ભારત

Wednesday 23rd August 2017 06:57 EDT
 
 

દામ્બુલાઃ બોલરોના ચુસ્ત પ્રદર્શન બાદ શિખર ધવનની સદી (અણનમ ૧૩૨) અને કેપ્ટન વિરાટ કોહલીની અડધી સદી (અણનમ ૮૨)ની મદદથી ભારે શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં નવ વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. શ્રીલંકા ૪૩.૨ ઓવરમાં ૨૧૫ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ટોસ જીતને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતે ૨૮.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને પડકાર મેળવી લીધો હતો. શિખર ધવને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બીજી વન-ડે ગુરુવાર ૨૪ ઓગસ્ટે રમાશે.
ડિકવેલા અને ગુનાથિલિકા (૩૫)એ ૭૪ રનની ભાગીદારી નોંધાવીને શ્રીલંકન ટીમને શાનદર શરૂઆત અપાવી હતી. આ પછી ડિવેલાએ કુશલ મેન્ડિસ સાથે (૩૬) બીજી વિકેટ માટે ૬૫ રન જોડ્યા હતા. ૧૩૯ના સ્કોરે ડિકવેલા (૬૪) આઉટ થયા પછી શ્રીલંકાની ઇનિંગ્સનો ધબકડો થયો હતો. શ્રીલંકાએ અંતિમ ૯ વિકેટ ફક્ત ૭૭ રનમાં ગુમાવી દીધી હતી. મેથ્યુઝે અણનમ ૩૬ રન બનાવી ટીમનો સ્કોર ૨૦૦ને પાર પહોંચાડ્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ જ્યારે જસપ્રીત બુમરાહ, જાધવ અને ચહલે ૨-૨ વિકેટ ઝડપી હતી.


comments powered by Disqus