પ્રવાસ દરમિયાન સાથે રાખો આ મેકઅપ કિટ

Thursday 24th August 2017 05:49 EDT
 
 

પ્રવાસ દરમિયાન તમારી ત્વચાને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે એ માટે તમારી મેકઅપ કિટમાં યોગ્ય મેકઅપનો સામાન રાખો. જેથી સફર દરમિયાન પણ મતારી ખૂબસૂરતી જળવાઈ રહે.
મોઇશ્ચરાઇઝર
ત્વચા માટે ઇન્ટેન્સ મોઇશ્ચરાઇઝર રાખો કારણ કે એ ત્વચાના ઊંડા લેયરમાં જઈ ત્વચાને મોઈશ્ચરાઇઝ અને સ્વસ્થ રાખે છે.
બોડી લોશન
સફર દરમિયાન શરીરમાંથી મોઈશ્ચર નાશ ન પામે એ માટે મેકઅપ કિટમાં બોડી લોશન રાખો અને રોજ શરીર પર લગાડો.
એક્સફોલિએટર
સફર દરમિયાન ડેડ સ્કીન તથા ત્વચાની ગંદકી કાઢવા માટે એક્સફોલિએટર લઈ જાવ. એનો ઉપયોગ કરી સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવો.
બોડી વોશ વિથ હની
ત્વચાની કોમળતા જળવાઈ રહે એ માટે બોડીવોશ વીથ હની પ્રવાસમાં સાથે લઈ જાવ. એ તમારી ત્વચાની ચમક જાળવી રાખે છે.
બોડી બટર
એનો ઉપયોગ શિયાળામાં વધારે થાય છે અને મોઈશ્ચરાઇઝિંગ પહેલાં થાય છે. એનાથી ચહેરાની ત્વચા ટોન્ડ થાય છે.
ફેસવોશ એલોવેરા વીથ પીએચ બેલેન્સ
એલોવેરામાં ઘણા પ્રાકૃતિક ગુણો છે. ખીલથી છૂટકારો અપાવે છે, પિગમેન્ટેશન દૂર કરે છે.
એસ્ટ્રિજન્ટ ઓઇલ
ઓઇલી ત્વચાવાળા માટે આ ઓઇલ જરૂરી છે કારણે આ ઓઇલ ત્વચાના પીએચ બેલેન્સને જાળવે છે. માત્ર એટલું જ નહીં એ ખીલ દૂર કરવામાં પણ મદદ કરે છે.
ડેડ સી ફેસ પેક
આ ફેસ પેક ત્વચાનાં રોમછિદ્રોને બંધ કરી ત્વચાને ચમક આપવા માટે ઉપયોગી છે. સ્ક્રબિંગ બાદ એનો ઉપયોગ કરો.
પોલ્યુશન પ્રોટેક્ટર સુફલે
આ લગાડવાથી ત્વચા પર એક પાતળું લેયર થઈ જાય છે અને ત્વચા સન ડેમેજ અને પ્રદૂષણથી બચે છે અને ત્વચા સંબંધી તકલીફ થતી નથી.
લાઇટ ફાઉન્ડેશન વીથ સનસ્ક્રીન
તમારી ત્વચાથી એક શેડ લાઈટ ફાઉન્ડેશન કે બીબી ક્રીમ સાથે રાખો. એ એસપીએફ યુક્ત હોય જેથી તમારી ત્વચા તડકાથી મુરઝાઈ નહીં અને ચહેરાની ચમક જળવાઈ રહે.
કોમ્પેક્ટ
ત્વચાને ઓઇલ ફ્રી રાખવા માટે તથા ચહેરાની ચમક જાળવી રાખવા કોમ્પેક્ટ રાખો. કોમ્પેક્ટ પસીનાને પણ રોકે છે અને મેકઅપ પ્રસરતો નથી.
લિપ લાઇનર
હોઠની સુંદરતા જાળવવા અને લિપસ્ટિક લાંબો સમય ટકે એ માટે લિપ લાઇનર રાખો જેથી તમારી લિપસ્ટિક ફેલાઈ ન જાય.
ગ્લોસી લિપસ્ટિક
પ્રવાસમાં હોઠ સુકાઈ ન જાય અને મોઈશ્ચર જળવાઈ રહે એ માટે ગ્લોસી લિપસ્ટિક લગાડો.
કલરફુલ કાજલ
આજકાલ કલરફુલ કાજલની ફેશન છે. જો તમે આંખને કલરફુલ દર્શાવવા માગતાં હો તો કલર કાજલ અને આઇલાઇનર રાખો.
બ્લશ ઓન
ગાલની લાલાશ જાળવી રાખવા પિન્ક કલરનું બ્લશ ઓન રાખો. દિવસના ડાર્ક બ્લશઓન લગાડો નહીં એનાથી ચહેરો ભદો લાગે છે.
હાઇડ્રેટીંગ સ્પ્રે
ત્વચાને મોઇશ્ચર અને કોમળતા આપવા મેકઅપ કિટમાં હાઇડ્રેટીંગ સ્પ્રે રાખો અને પ્રવાસ દરમિયાન એ લગાડો જેથી ત્વચાને મોઈશ્ચર મળે અને સ્વસ્થ રહે.
તમે તમારી જરૂરિયાત અને સ્કીન ટાઇપ પ્રમાણે વસ્તુઓ રાખી શકો. પરંતુ સનસ્ક્રીન લોશન, મોઇશ્ચરાઇઝર, કોમોક્ટ પાઉડર, ફેસવોશ અને ગ્લોસી લિપસ્ટિક તો સાથે રાખો જ.


comments powered by Disqus