પોરબંદરઃ ફ્રાન્સમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થવાના સમયે જ સૌથી મહત્ત્વની જાહેરાત એ પણ કરવામાં આવી હતી કે ત્યાં પહેલી વખત મંદિર બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે. અને તેના માટે જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાની મહેનત રંગ લાવી છે. હાલમાં ફ્રાન્સનાં પેરીસમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરાતા ૫૦૦ જેટલા કૃષ્ણભક્તોએ તેનો લાભ લીધો હતો. આ સાથે જ મહત્ત્વની જાહેરાત એવી થઈ હતી કે, ફ્રાન્સમાં પહેલું ભારતીય દેવી-દેવતાઓઓનું મંદિર બનશે જેમાં ભાઈશ્રીના અથાગ પ્રયત્નો નોંધપાત્ર છે અને ફ્રાન્સ સરકારે તેની મંજૂરી આપી છે. ફ્રાન્સમાં ૧૨ લાખ યુરોની જમીન મંદિર માટે ત્યાની સરકારે માત્ર ૩ લાખ યુરોમાં આપી છે.

