• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા રવિવાર તા.૨૭-૮-૧૭ બપોરે ૧૨થી સાંજે ૫ દરમિયાન પાર્શ્ર્વ પદ્માવતી મહાપૂજન, સાંજે ૫.૧૫ તપસ્વીઓનું બહુમાન અને સાંજે ૬.૩૦ સ્વામીવાત્સલ્યનું સેન્ટ મેથિયાસ ચર્ચ હોલ, રશ ગ્રોવ એવન્યુ, કોલિન્ડેલ, લંડન NW9 6QYખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 4953
• શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ, વેડ્સવર્થ રોડ, પેરીવેલ UB6 7JD ખાતે શુક્રવાર તા.૨૫-૮-૧૭ ગણેશ ચતુર્થી નિમિત્તે સાંજે ૬.૪૫ સાંધ્ય ગણેશ આરતી અને શનિવાર તા.૨૬-૮-૧૭ સવારે ૮.૩૦ ગણેશ સ્થાપન થશે. સંપર્ક. 020 8578 8088
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો - મંગળવાર તા.૨૯-૮-૧૭ સાંજે ૭.૩૦ રાધાષ્ટમી નિમિત્તે પૂજન – તા.૫-૯-૧૭ સવારે ૧૦.૩૦ બાળકો માટે ગણેશ પૂજા અને બાદમાં વિસર્જન સંપર્ક. 01772 253 901
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા પાઠનું સોમવાર તા.૨૮-૮-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન વિશ્વ હિંદુ મંદિર, ૨, લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ UB1 2RA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• નહેરુ સેન્ટર, યુકે, ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - સોમવાર તા.૨૮-૮-૧૭થી શુક્રવાર તા.૧-૯-૧૭ સવારે ૧૦થી સાંજે ૬ દિપાલી સહાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન – મંગળવાર તા.૨૯-૮-૧૭ સાંજે ૬.૩૦ સંગીત કાર્યક્રમ 'તાપી એટ ધ થેમ્સ'. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે શનિવાર તા.૨-૯-૧૭ સાંજે ૬ સંગીત કાર્યક્રમ 'હિલિંગ રાગા'નું આયોજન કરાયું છે. સંપર્ક. 07936 895 346
• વીણા પંડ્યા અને અનિતા પાલા દવારા 'ભાઈ ભાઈ' ફેમ અરવિંદ વેગડા સહિત ભારત અને યુકેના જાણીતા ગાયકોના કંઠે ગીતોના કાર્યક્રમનું શનિવાર તા.૨-૯-૧૭ સાંજે ૬ હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07738 235 205
• તારાપુર યુકે દ્વારા B. Y. O. Picnic 2017નું શનિવાર તા.૨-૯-૧૭ બપોરે ૩થી સાંજે ૭ દરમિયાન એક્વાડ્રોમ, રીક્સમેનવર્થ, WD3 1NB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07860 239 851
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો • દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ જલારામ બાપાના ભજન અને પ્રસાદ • દર શનિવારે બપોરે ૧ થી ૩ હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, ઉથાપન, ભોગ શયન દર્શન થશે. હવેલીમાં મંગળભોગ, પાલના ભોગ, રાજભોગ, શાકઘર- પ્રિયાજી પાલના, ગૌમાતાજી થુલી સેવાના મનોરથોનો લાભ મળશે. વૈષ્ણવો માટે અન્ય તમામ પ્રસંગોનું આયોજન કરી શકાશે. સંપર્કઃ 07958 275 222
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દૈનિક ભજનઃ બપોરના ૧૨થી ૧ અને સાંજના ૬થી ૭ સુધી, દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૩૦ અને દર શનિવારે હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ સુધી થશે. દરરોજ બપોરે ૧થી ૨ સુધી સદાવ્રત નો લાભ મળશે. સંપર્ક. 020 8902 8885
• પંકજ સોઢા પ્રસ્તુત નાટક 'વહુ HI-FI સાસુ WI-FI'ના શોનું - રવિવાર તા.૨૭-૮-૧૭ બપોરે ૨ જાનોગ્લી લર્નિંગ ટ્રસ્ટ, નોટિંગહામ NG7 7AR સંપર્ક. 01158 765 590 – રાત્રે ૮ પીપુલ એન્ટરપ્રાઈઝ, લેસ્ટર LE4 6DP સંપર્ક. 01162 669 409 – સોમવાર તા.૨૮-૮-૧૭ બપોરે ૨ વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાયસ્લિપ, HA4 7QL સંપર્ક. 07984 180 740- સાંજે ૭.૩૦ વાયલોટ્સ સેન્ટર ડાર્ક્સ લેન, હર્ટફર્ડશાયર EN6 2HN
• રશ્મિ અમીન દ્વારા ગણેશોત્સવ અંતર્ગત ગણેશપૂજન અને અભિષેકનું શુક્રવાર તા.૨૫-૮-૧૭ સવારે ૧૦ વાગે ૧૬, એલિંગ્ટન ક્રેસન્ટ, કિંગ્સબરી NW9 8JN ખાતે આયોજન કરાયંુ છે. ગણેશ વિસર્જન રવિવાર તા.૩-૯-૧૭ માર્ગેટ સીસાઈડ ખાતે થશે. સંપર્ક. 020 8200 0021
સાભાર સ્વીકાર...
• BAPS દ્વારા પ્રકાશિત ઈંગ્લિશ દ્વિમાસિક 'સ્વામિનારાયણ બ્લીસ'નો જુલાઈ-ઓગસ્ટ ૨૦૧૭ અંક તેમજ મહિલા પ્રવૃત્તિના ગુજરાતી દ્વિમાસિક પ્રેમવતી'નો જુલાઈ-ઓગસ્ટના અંક મળ્યો છે.
• ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા પ્રકાશિત માસિક મેગેઝિન સમાજ દીપ'નો ઓગસ્ટ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• ઈસ્કોન દ્વારા પ્રકાશિત ઈંગ્લિશ માસિક 'ભક્તિવેદાંત મેનોર ન્યૂઝ લેટર'નો ઓગસ્ટ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• અનુપમ મિશન દ્વારા પ્રકાશિત ગુજરાતી માસિક 'બ્રહ્મનિર્ઝર'નો જુલાઈ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ, જામનગર દ્વારા પ્રકાશિત ઈંગ્લિશ-ગુજરાતી માસિક 'ઓશવાલ યુથ ટુડે એન્ડ ટુમોરો'નો જુલાઈ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• ડો. મફતલાલ પટેલ દ્વારા પ્રકાશિત માસિક ગુજરાતી શૈક્ષણિક સામયિક 'અચલા'નો જુલાઈ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા દ્વારા પ્રકાશિત ગુજરાતી માસિક 'સમાજગોષ્ઠિ'નો જુલાઈ-૨૦૧૭નો અંક મળ્યો છે.
