હળવે હૈયે...

Wednesday 23rd August 2017 06:51 EDT
 

એક વાર એક ગાય, એક ગધેડો અને એક બકરી મંદિરની બહાર ઉભા હતા. બધા લોકો ગાયને હાથ લગાવીને જતાં હતા તો બકરીએ ગધેડાને પૂછ્યું, ‘આ બધા કેમ ગાયને હાથ લગાડે છે?
ગધેડો બોલ્યોઃ અરે તારી સાથે તારો હીરો ઉભો છે. કોઈની હિંમત છે કે તને હાથ લગાવીને જાય..!!

મોડી રાત્રે એક વ્યક્તિ સુમસામ સડક પર જઈ રહ્યો હતો. રસ્તામાં તેને બે માણસો મળ્યાં.
એક બોલ્યો: ‘સાહેબ, તમે પચાસ પૈસાનો એક સિક્કો આપશો.’
પેલાએ કહ્યું: ‘જરૂર આપીશ. પરંતુ તમે તે સિક્કાનું શું કરશો?’
પેલા માણસે જણાવ્યું: ‘અમે બંને મિત્રો છીએ. આથી ટોસ કરીને અમારે જાણવું છે કે કોણ તમારી ઘડિયાળ લેશે અને કોણ પૈસા?’

જ્યારે એક મહિલા પસંદ કરે ત્યારે.... તમે એક પતિ છો...!!
જ્યારે સો મહિલા પસંદ કરે ત્યારે.... તમે એક આદર્શ વ્યક્તિ છો....!!
જ્યારે તમને હજારો મહિલા પસંદ કરે ત્યારે... તમે એક નેતા છો...!!
અને જ્યારે તમને આખા શહેરની મહિલાઓ પસંદ કરે ત્યારે...!!
તમે પાણીપૂરીવાળા છો...!!

છોકરીએ દરવાજો ખોલતાં સામે ઉભેલા યુવકને જોઇને કહ્યુંઃ કાલે મારા મેરેજ છે. હવે અહીં શું કામ છે? મારી જિંદગીમાં શું કામ પાછો આવ્યો?
છોકરોઃ તારા મેરેજનો કેટરિંગ અને ફોટોગ્રાફીનો ઓર્ડર મળ્યો છે તો કામ-ધંધો પણ છોડી દઈએ?

પતિઃ (પોતાની ડાયાબિટીક પત્નીને)ઃ સેલ્ફ કંટ્રોલ તો ખરેખર તારી જોડેથી જ કોઈ શીખે... ખરેખર માની ગયા તને...
પત્નીઃ પણ કઈ વાત પર?
પતિઃ શરીરમાં આટલી સુગર છે તો પણ કદી મોંઢા પર આવવા દીધી નથી.

જિંદગીની ભાગદોડમાં તબિયતનું ધ્યાન રાખવું...
એવું ન થાય કે તમે પાછળ રહી જાવ અને પેટ આગળ નીકળી જાય

પત્નીએ પતિને કહ્યુંઃ બજાર જાવ અને એક દૂધનું પેકેટ લઈ આવો અને હા, જો ઈંડા દેખાય જાય તો છ લેતા આવજો.
થોડી વાર પછી પતિ દૂધના છ પેકેટ લઈ આવ્યો.
પત્નીઃ દૂધના છ પેકેટ કેમ લાવ્યા?
પતિઃ મને એક દુકાનમાં ઈંડા દેખાયા હતા એટલે!

અકબરે બીરબલને ત્રણ નવા સવાલ પૂછ્યા અને કહ્યું કે ત્રણેયનો જવાબ એક જ હોવો જોઈએ
- દૂધ કેમ ઊભરાઈ જાય છે?
- પાણી કેમ વહી જાય છે?
- શાક કેમ બળી જાય છે?
બીરબલે શાંતિથી જવાબ આપ્યોઃ
મોબાઈલમાં વ્હોટ્સ એપ ચાલુ હોવાના કારણે

ભૂરો રોજ બિયર બારમાં જઈને બે પેગ પીવે...
મેનેજરે પૂછયું... સાહેબ રોજ બે પેગ જ કેમ...
ભૂરોઃ એક મારો ને એક મારા ગુજરી ગયેલા મિત્રનો...
થોડા દિવસ પછી ભૂરો એક જ પેગ પીવા લાગ્યો.
મેનેજરે પૂછયુંઃ કેમ એક જ પેગ સાહેબ?
ભૂરોઃ આપણે દારૂ છોડી દીધો ભાઈ... આ પેગ તો મારા ભાઈબંધના ભાગનો છે.
દારૂ છૂટે પણ પણ દોસ્તી થોડી તૂટે? આને કહેવાય સાચી મિત્રતા.


comments powered by Disqus